શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી ખાતે અસંખ્ય પાર્થિવ શિવ મહાપૂજા ની પૂર્ણાહુતિ* *શિવ ભક્તોની અખંડ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યું*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી ખાતે અસંખ્ય પાર્થિવ શિવ મહાપૂજા ની પૂર્ણાહુતિ*

*શિવ ભક્તોની અખંડ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યું*

સુખસર,તા.12

  દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, પાલ્લી–લીમખેડા ખાતે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે,અમાવસ્યાના પાવન અવસરે છેલ્લા એક માસથી ચાલી રહેલી અસંખ્ય પાર્થિવ શિવલિંગ પૂજાની ભવ્ય પૂર્ણાહુતિ યોજાઈ. શ્રી પંચમુખી હનુમાનજી મંદિર.ખાતે છેલ્લા 11 વર્ષથી પાર્થિવ શિવલિંગ પૂજા કરવામાં આવે છે. 

      આ વર્ષના મુખ્ય યજમાન બોરડી ગામના રહેવાસી, સનાતની યોદ્ધા, માં ચેહર પેટ્રોલિયમ બોરડીના માલિક અને દાહોદ જિલ્લા રાજપૂત સમાજના મહામંત્રી શ્રી અરવિંદસિંહ રાઠોડ અને શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પરિવાર રહ્યા.આ પાવન પ્રસંગે વહેલી સવારથી શિવભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી ભગવાન ભોળાનાથની વિધિવત્ પૂજા-અર્ચના કરવામાં આવી. બપોરે ભક્તિમય વાતાવરણમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું તથા સાંજે ૪:૦૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી.

          આ સમગ્ર ધાર્મિક આયોજન દરમિયાન શિવભક્તોની અખંડ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહથી સમગ્ર મંદિર પરિસર ‘ૐ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠ્યું. અંતે સૌ ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી.આ પાવન અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રીન્કેશ પ્રજાપતિજી સહિત સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ભગવાન ભોળાનાથ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

Share This Article