ફતેપુરા-સુખસર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને એક વર્ષથી પોતાના હકના નાણા આપવા ઠાગાઠૈયા કેમ?* *શિક્ષકોને મળવા પાત્ર મોંઘવારી, પુરવણી બિલ,ઉચ્ચતર પગાર તફાવતના તથા એરિયસના બિલોની અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય!*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા-સુખસર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને એક વર્ષથી પોતાના હકના નાણા આપવા ઠાગાઠૈયા કેમ?*

*શિક્ષકોને મળવા પાત્ર મોંઘવારી, પુરવણી બિલ,ઉચ્ચતર પગાર તફાવતના તથા એરિયસના બિલોની અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય!*

સુખસર,તા.2

ફતેપુરા તથા સુખસર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોને છેલ્લા એક વર્ષથી પોતાના હક્કના નાણા મેળવવા માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળે છે. જેમાં મોંઘવારી,પુરવણી બિલ 9/20/ 31 ઉચ્ચતર પગાર તફાવત ના એરિયસ બીલો માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તાલુકા તંત્ર દ્વારા ચૂકવવામાં આવતા નહીં હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.જે બાબતને લઈને શિક્ષકોમાં નારાજગી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.હાલ ફતેપુરા તથા સુખસર તાલુકાના શિક્ષકોની જે તે કામગીરી ફતેપુરા થી કરવામાં આવી રહી છે. 

        સરકાર દ્વારા શિક્ષકોને સરકારના નિયમો મુજબ મળવા પાત્ર નાણાં ચૂકવવાના પરિપત્રો થાય છે. પણ તે વાતને ફતેપુરા તથા સુખસર તાલુકામાં એક વર્ષ જેટલો સમય ગાળો પસાર થઈ ગયો હોવા છતાં ફતેપુરા તાલુકા તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહીં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ શાખામાં પૂછતા જણાવે છે કે,ટીડીઓ સાહેબની સહીમાં આપ્યા છે જ્યારે તાલુકામાં તપાસ કરતા જણાવે છે કે,માહિતી પૂરતી આપતા નથી આમ એક બીજાને ખો આપી શિક્ષકોને કામગીરી કરાવવા માટે બધા જ વિભાગના અધિકારીઓ ચડી બેસતા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. 

       શિક્ષક દ્વારા કદાચ કામગીરી વહેલા મોડી થાય તો નોટીસો આપી ખુલાસાઓ માંગવામાં આવે છે.અને તેમને એક વર્ષથી નાણાં નથી ચુકવાતા તો કોઈ નોટિસ નહીં કે કોઈ પગલા કેમ નહીં? નો શિક્ષકોમાં ગણગણાટ ચાલી રહ્યો છે.અને શિક્ષકોમાં થતી ચર્ચા મુજબ ફતેપુરા શિક્ષક તાલુકો ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીનો તાલુકો હોવા છતાં અધિકારીઓ શિક્ષકોને આવી હેરાનગતિ કરતા હોય ત્યારે વિચારવા લાયક બાબત છે.હવે શિક્ષકો પોતાના હકના નાણા ક્યારે મળશે તેની રાહ રહ્યા છે.તંત્ર દ્વારા કયા કારણોથી એક વર્ષથી વિલંબ કરવામાં આવે છે?તે કોઈ બતાવતું નહીં હોવાનો આક્ષેપ શિક્ષકો કરી રહ્યા છે.અને તેમને મળવા પાત્ર નાણા વહેલી તકે ચૂકવી આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

અમો શિક્ષકોને સરકારના નિયમો અનુસાર પોતાના હકના મળવા પાત્ર નાણા મેળવવા માટે છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ.તેમજ આ નાણાં અમોને માર્ચ 2025 માં મળવાપાત્ર હતા.અને અમોએ આ હક્કના નાણાં મેળવવા માટે અનેકવાર રજૂઆતો પણ કરી ચૂક્યા છીએ.છતાં પણ આજ દિન સુધી નાણાં ચૂકવવામાં આવેલ નથી.

*(વિરેન્દ્રભાઈ તાવીયાડ,ફતેપુરા તાલુકા શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ)*

Share This Article