દાહોદ બન્યું તિરંગામય*  *છાબ તળાવથી શરૂ થયેલ તિરંગા યાત્રાનો પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે થઇ પુર્ણાહુતી*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ બન્યું તિરંગામય* 

*છાબ તળાવથી શરૂ થયેલ તિરંગા યાત્રાનો પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે થઇ પુર્ણાહુતી*

*સહ પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ દાહોદ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા*

દાહોદ તા. 15

દેશના ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય અને અવિસ્મરણીય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ યાત્રા દાહોદ જિલ્લાના હાર્દ સમા ઐતિહાસિક છાબ તળાવથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજ અને વંદે માતરમ્ ના નારા સાથે સમગ્ર દાહોદ શહેર જાણે ગુંજી ઉઠ્યું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રાને સહ પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડા, સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, કલેકટરશ્રી સુરભિ ગૌતમ સહિત અન્ય મહાનુભાવો-પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાયા હતા. તિરંગા યાત્રાના સમગ્ર રૂટ પર દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. યાત્રા દરમ્યાન રસ્તામાં વિવિધ સ્થળોએ યાત્રાનું ફૂલોનો વરસાદ વરસાવીને તેમજ સ્ટેજ કાર્યક્રમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રોડ જાણે સ્વાતંત્ર્ય પર્વની તિરંગા રેલી યોજવાથી ભક્તિમય બન્યો હતો અને વાતાવરણ તિરંગા મય બન્યું હતું. વિદ્યાર્થીઓ વિશેષ વેશભૂષામાં તૈયાર થઈને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

0000

Share This Article