નીલ ડોડીયાર :- દાહોદ
ઝાલોદ ના નામાંકિત તબીબ ની ઉભેલી કાર ને નશામાં ચિક્કાર થઈ હંકારી રહેલા એસ આર પી જવાન ની કારે ટક્કર મારતા ફરિયાદ,પરિવાર સાથે ઝાલોદ પરત ફરી રહેલા તબીબના પરિવારનો થયો આબાદ બચાવ
દાહોદ તા.23
ઝાલોદના રાધિકા હોસ્પિટલના તબીબ આકાશ હાંડા પોતાની આઇ ટ્વેન્ટી કારમાં સમગ્ર પરિવાર સાથે ગત રવિવારના રોજ સાંજે દાહોદથી પરત ફરી રહ્યા હતા,ત્યારે રેંટિયા ગામ નજીક સામેથી આવી રહેલી વેગન આર ગાડી પુરપાટ અને ગફલત ભરી રીતે આવી રહી હોવાનું જણાતા તેઓએ પોતાની કાર રસ્તાની સાઈડમાં રેંટિયા ગામ આગળ ઊભી કરી દીધી હતી.
પરંતુ આ કાર ચાલક નશામાં હોવાથી તેને ગાડી પરનો કાબૂ ગુમાવી અને તબીબની ઉભેલી કાર ને ધડાકાભેર ટક્કર મારી હતી. જેને કારણે ગાડીમાં સવાર તબીબના પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
ડો. આકાશ એ ગાડી માંથી ઉતરી અને આ વેગન આર કારના ચાલક સાથે વાત કરતા, ચાલક એક દમ ચિક્કાર નશાની હાલત માં જોવા મળ્યો હતો.અને પોતે એસ.આર.પી હોવાનો રોફ બતાવી અને થાય તે કરી લેવાનું કહેતા. ડો. આકાશ એ આ અંગે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવતા પોલીસે મૂળ રાજપર તા. ધ્રોલ જી. જામનગર ના વતની અને એસ આર પી ગ્રુપ ૨૧ માં નોકરી કરતા અને હાલ દાહોદ પોલીસ લાઇનમાં રહેતા નરેન્દ્રસિંહ તાનસિંહ જાડેજા વિરુદ્ધ ચિક્કાર દારૂ પી અને ગફલતભરી રીતે ગાડી હંકારી અને અન્ય લોકોના જીવ પર જોખમ ઉભુ કરી બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.