સિંગવડમાં નારી સંમેલન:મહિલાઓને નારી અદાલત અને સરકારી યોજનાઓની અપાઈ માહિતી.!

Editor Dahod Live
1 Min Read

સિંગવડમાં નારી સંમેલન:મહિલાઓને નારી અદાલત અને સરકારી યોજનાઓની અપાઈ માહિતી.!

કલ્પેશ શાહ:સીંગવડ

સીંગવડ તા.05

આઈ.સી.ડી.એસ. શાખા, સિંગવડ અને દાહોદ જિલ્લા સંયુક્ત ઉપક્રમે તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલત તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે _“નારી સંમેલન”_ નો કાર્યક્રમ આજે _તા. 05/08/2026 બુધવારે સવારે 09:30 કલાકે સિંગવડના કોમ્યુનીટી હોલ_ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમ _દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના માર્ગદર્શન હેઠળ_ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં _મુખ્ય અતિથિ વિશેષ_ તરીકે તા.પં. સિંગવડના પ્રમુખ _નિર્મળાબેન એન. ભાભોર_ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે _પ્રેરક ઉપસ્થિતિ_ માં સિંગવડના ઉપ પ્રમુખ _નિરાલીબેન એ. બારીઆ_, કારોબારી સમિતિના અધ્યક્ષ _કનુભાઈ એચ. બારીઆ_ અને દાહોદ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભૂરીબેન આર. બારીઆ_સિંગવડ સરપંચ લખીબેન વહુનીયા રણધીપુર પોલીસ સ્ટેશન ના બીટ જમાદાર દક્ષાબેન હાજર રહ્યા હતા. જ્યારે આવેલા મહેમાનોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તાલુકા પંચાયત પ્રમુખ તથા આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતોઆ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. આઈ.સી.ડી.એસ ના અધિકારીઓ દ્વારા મહિલાઓને નારી અદાલતની કાર્યપદ્ધતિ, મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન આઈ.સી.ડી.એસ. વિભાગ, સિંગવડ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article