ફતેપુરામાં રાજ્યકક્ષાના મંત્રી તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું.
બાબુ સોલંકી સુખસર
સુખસર,તા.16

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર પશુપલાન મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ રથયાત્રાનુ સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરવાયું હતુ.“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’”ના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી,ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત મંદિરેથી નિકળ્યાં હતા. ફતેપુરા તાલુકાના ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, “ભગવાન પોતે આજે નગરજનોનાં ક્ષેમકુશળ પૂછવા સામેથી લોકો વચ્ચે આવ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે નીકળી છે, ત્યારે ફતેપુરા ભક્તિમય બન્યું છે અને સૌ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
