નકલીની બોલબાલા:સુખસરમાં કરિયાણાના વેપારીની દુકાનમાંથી ટનાટન માવાની સોપારીના ડુપ્લીકેટ પેકેટ ઝડપાયા.!

Editor Dahod Live
2 Min Read

સુખસરમાં કરિયાણાની હોલસેલ દુકાન ધરાવતા વેપારીની દુકાનમાંથી ટનાટન માવાની સોપારીના ડુપ્લીકેટ પેકેટ ઝડપાયા.!

સુખસર પોલીસે રૂપિયા 9,600 નો મુદ્દા માલ કબજે લઈ ડુપ્લીકેટ માવાની સોપારી વેચાણ કરતા વેપારી સામે ગુનો દાખલ કર્યો.!

 રિપોર્ટર:બાબુ સોલંકી સુખસર 

સુખસર,તા, 7

 

 

 મોંઘવારીના જમાનામાં કેટલાક વેપારીઓ રાતોરાત લાખો કરોડોપતી બનવાના આશય સાથે ભેળસેળ વાળી તથા જે-તે ઓરીજનલ વસ્તુની ડુપ્લીકેટ ચીજ વસ્તુઓ લોકોને પધરાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.અને તેવોજ બનાવ સુખસર ખાતે હોલસેલ કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારીએ ટનાટન માવાની સોપારીના ડુપ્લીકેટ પેકેટ રાખી વેચાણ કરતા હોવા બાબતે કંપની માલિકને જાણ થતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કરિયાણાની દુકાનમાં તપાસ કરતા ડુપ્લીકેટ માલ ઝડપાતા સુખસરના વેપારી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

       જાણવા મળેલ વિગતો મુજબ સુખસર ખાતે સંતરામપુર રોડ ઉપર આવેલ દિયા કિરણા સ્ટોરમાં ટનાટન ડુપ્લીકેટ માવાની સોપારીના ડુપ્લીકેટ પેકેટ વેચાણ થતા હોવા બાબતે મૂળ ટનાટન કંપની ધરાવતા માલિકને જાણ થતા તેની છેલ્લા ત્રણ થી ચાર માસથી આ વેપારી દ્વારા સુખસરમાં અલગ-અલગ વેપારીઓને ત્યાં જઈ ટનાટન સોપારીના પાઉચોની તપાસ કરવામાં આવી રહી હતી.જ્યારે સુખસરમાં આ સોપારીના ડુપ્લીકેટ પાઉચો વેચાણ કરવામાં આવતી હોવાની પૂરેપૂરી ખાતરી થતાં ટનાટન કંપનીના મૂળ માલિક સંદીપભાઈ ભુપેન્દ્રભાઈ પંજાબી રહે.સિંધી સોસાયટી,કઠલાલ,જીલ્લો.ખેડા ના ઓએ સોમવારના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં આવી સુખસરના દિયા કિરાણાના માલિક સામે ફરિયાદ આપતા પોલીસે દુકાનમાં જઈ તપાસ હાથ ધરી હતી.જેમા પોલીસને ટનાટન સોપારીના ડુપ્લીકેટ ચાર કટ્ટા મળી આવ્યા હતા.જેમાં કુલ 120 પેકેટ જેની કિંમત રૂપિયા 9600 નો મુદ્દા માલ મળી આવ્યો હતો.આ મુદ્દામાલ સુખસર પોલીસે કબજે લઈ સુખસરના અશોકભાઈ પુરણમલ અગ્રવાલના ઓની વિરુદ્ધમાં કોપીરાઇટ એક અધિનિયમ 1957 ની કલમ-63,64 મુજબ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Share This Article