લીમખેડામાં ગમખ્વાર અકસ્માત:પિકઅપ વાનની ટક્કરે એક જ પરિવારના 3 કૌટુંબિક ભાઈઓના મોત.! હોસ્પિટલમાં સંબંધીની ખબર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત; ચાલક વાહન સાથે ફરાર, પોલીસે તપાસ શરૂ કરી છે 

Editor Dahod Live
2 Min Read

લીમખેડામાં ગમખ્વાર અકસ્માત:પિકઅપ વાનની ટક્કરે એક જ પરિવારના 3 કૌટુંબિક ભાઈઓના મોત.!

હોસ્પિટલમાં સંબંધીની ખબર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત; ચાલક વાહન સાથે ફરાર, પોલીસે તપાસ શરૂ કરી છે 

દાહોદ તા. ૪

દાહોદ જિલ્લાના લીમખેડામાં શનિવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લીમખેડા-દાહોદ હાઈવે પર પિકઅપ વાનની ટક્કરે એક જ પરિવારના ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્રણેય યુવાનો હોસિ્પટલમાં દાખલ પોતાના સંબંધીની મુલાકાત લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ સમગ્ર ખીરખાઈ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે..આ અકસ્માત લીમખેડા-દાહોદ રોડ પર આવેલી વિજય હોટલ નજીક સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવાનોને પૂરઝડપે આવી રહેલી| પિકઅપ વાને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય યુવાનોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે મૃતકોની ઓળખ અનિલ દેવધા (21), સંજય દેવધા (18) અને રતન દેવધા (18) તરીકે થઈ છે. ત્રણેય લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામના રહેવાસી અને કૌટુંબિક ભાઈઓ હતા. મળતી માહિતી મુજબ તેઓ લીમખેડાની યુનિટી હાડકાની હોસિ્પટલમાં દાખલ પોતાના સંબંધી વિકાસના ખબર-અંતર પૂછીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ કરૂણ અકસ્માત બન્યો હતો.અકસ્માત બાદ પિકઅપનો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ| ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. જેમાં લીમખેડાના મામલતદાર અનિલ વસાવા અને પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે કનુભાઈ દેવધાની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે ફરાર પિકઅપ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.એક જ પરિવારના ત્રણ યુવાનોના અકાળ અવસાનથી ખીરખાઈ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

Share This Article