બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળા પ્રાંગણમાં વાગ્ ધારા સંસ્થા દ્વારા રાત્રી ચોપાલનું આયોજન કરાયું*
*ઉપસ્થિત શ્રોતાઓને પ્રજાને મળવા પાત્ર સરકાર દ્વારા મળતા બજેટ તીર્થગામ યોજના,પાવન ગામ યોજના,સમરસ ગામ યોજના તથા આદર્શ ગામ યોજના વિશે વિસ્તારપૂર્વક જાણકારી અપાઇ*
સુખસર,તા.19

ગુરૂવાર રાત્રિના સુખસર તાલુકાના ભીતોડી ગામમાં પ્રાથમિક વિદ્યાલયનાં પ્રાગણ માં વાગ્ધારા સંસ્થા દ્વારા “રાત્રી ચોપાલ” નું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં આસપાસના પાંચ ગામના ખેડૂતોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમની અંદર ખેડૂતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. વાગ્ધારા સંસ્થાના સહજકર્તા યોગેશભાઈ પારગી દ્વારા આસપાસ ગામથી પધારેલ ખેડૂત ભાઈઓનું સ્વાગત અભિ વાદન કરવામાં આવ્યું હતુ.ગીરીશભાઈ પટેલ દ્વારા વાગ્ધારા સંસ્થાના પરિચય સાથે વાગ્ધારા સંસ્થા દ્વારા કરવામાં આવતા કાર્યોનુ વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું હતુ.જેમ કે જળ,જંગલ,જમીન, જાનવર અને પરંપરાગત બીજો પર વિસ્તારથી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.સાથે ભિતોડી ગામને આદર્શ ગામ બનાવવા માટેના પ્રયાસ રૂપે સરકાર દ્વારા ગામડાઓને મળતા અલગ અલગ પ્રકારના બજેટો ની પણ જાણકારી આપવામાં આવી હતી.
જેમ કે તીર્થગામ યોજના,પાવન ગામ યોજના,સમરસ ગામ યોજના, આદર્શ ગામ યોજના બાબતે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.સામાજિક કાર્યકર્તા અને ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારાએ આદિવાસીઓના કુરિવાજોને ડામવા માટે સરસ મજાના દ્રષ્ટાંતો સાથે જાણકારી આપી હતી.સમાજ સુધારવા માટે લેવાતા પગલાંની વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી.સંસ્થાના ટીમ લીડર રોહિતભાઈ અને નિપુણજી દ્વારા સંસ્થા દ્વારા નિર્મિત અલગ અલગ પ્રકારની ફિલ્મો બતાવી જનજાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો.આ સાથે ડબલારાથી આવેલ મહિલા કિસાન સુર્યાબેને પણ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી અને સૂર્યાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેક ખેડૂતોએ હવે યુરીયા,ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરવો જોઈએ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેખાબેન પારગી,છગનભાઈ ડામોર, સુમિત્રાબેન ગરાસિયા,જીતુભાઈ પારગી,રઘુભાઈ પારગી,ભગુભાઈ પારગી,શૈલેષભાઈ પારગી,જશીબેન પારગી,સુરેખાબેન પારગીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
