સિંગવડ નવી મામલતદાર કચેરીમાં પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, પ્રમુખ નિર્મળાબેને લીમડો વાવી “એક વૃક્ષ એક જીવન”નો સંકલ્પ લેવડાવ્યો*

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :-  સિંગવડ

*સિંગવડ નવી મામલતદાર કચેરીમાં પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, પ્રમુખ નિર્મળાબેને લીમડો વાવી “એક વૃક્ષ એક જીવન”નો સંકલ્પ લેવડાવ્યો*

*સિંગવડ, દાહોદ*: વિશ્વ પર્યાવરણ દિવસ તા. 5 જૂનના રોજ સિંગવડની નવી મામલતદાર કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તાલુકા પંચાયત પ્રમુખ *શ્રીમતી નિર્મળાબેન ભાભોર*ના હસ્તે લીમડાનો રોપો વાવીને કરવામાં આવી હતી. 

દાહોદ તા. ૫

આ પ્રસંગે *સિંગવડ ભાજપ પ્રમુખ મહેશભાઈ બારીયા, માજી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી મુકુંદભાઈ* સહિત તાલુકાના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સિંગવડ મામલતદાર અને કચેરીના સમગ્ર સ્ટાફ તથા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

વૃક્ષોની જાળવણી માટે *વિસ્તરણ રેન્જ ઓફિસ લીમખેડા* દ્વારા રોપા લાવવામાં આવ્યા હતા અને દરેક રોપાની આજુબાજુ જાળી લગાવી ઉછેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેન્જ ઓફિસના કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

પ્રમુખ નિર્મળાબેન ભાભોરે જણાવ્યું કે “વૃક્ષ એ જીવન છે. સિંગવડ તાલુકાને હરિયાળો બનાવવા માટે દરેક નાગરિકે એક-એક વૃક્ષ વાવીને પોતાના ઘર, ગામ અને સરકારી કચેરીઓને હરિયાળી બનાવવી જોઈએ”. મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પરિસરમાં 50થી વધુ લીમડા, વડ, પીપળા અને ફળાઉ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા.

ઉપસ્થિત તમામ આગેવાનો અને કર્મચારીઓએ “એક વૃક્ષ એક જીવન”નો સંકલ્પ લીધો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે વાવેલા દરેક રોપાની જાળવણી અને ઉછેરની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે.

Share This Article