ધાનપુર-લીમખેડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના: કાળા કલરની અજાણી કારની અડફેટે યુવકનું મોત.

Editor Dahod Live
1 Min Read

ધાનપુર-લીમખેડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના: કાળા કલરની અજાણી કારની અડફેટે યુવકનું મોત.

દાહોદ તા.29

દાહોદ જિલ્લાના ધાનપુર-લીમખેડા માર્ગ પર હિટ એન્ડ રનનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં અજાણી કાળા રંગની ફોરવ્હીલર ગાડીની અડફેટે એક રાહદારી યુવકને જીવલેણ ઇજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ધાનપુર તાલુકાના ઘોડાજર મંડોર ફળિયાના રહેવાસી રોનક ભારતસિંહ ભુરીયા ગત રોજ પગપાળા ભોરવાણી તરફથી લીમખેડા માર્ગ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તો ઓળંગતી વખતે અજાણી કાળા રંગની ફોરવ્હીલર ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં રોનક ભુરીયાને કપાળ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ ગંભીર હોવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે ઘોડાજર મંડોર ફળિયાના નરવત સુનિલ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન અને તેના ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article