રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં અદાણી અંબુજા સિમેન્ટનો એન્જિનિયર-આર્કિટેક્ટ સેમિનાર યોજાયો,
કોંક્રીટ પર્ફોર્મન્સ અંગે ટેકનિકલ માર્ગદર્શન અપાયું
દાહોદ તા. 22

દાહોદના અવંતિકા રિસોર્ટ ખાતે અદાણી અંબુજા સિમેન્ટ દ્વારા સિવિલ એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ માટે વિશેષ ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં “ઈન્ફ્લુઅન્સ ઓફ મટીરીયલ એન્ડ પ્રેક્ટિસ ઓન પર્ફોર્મન્સ ઓફ કોંક્રીટ” વિષય પર વિસ્તૃત માર્ગદર્શન અને ચર્ચા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં અદાણી અંબુજા સિમેન્ટના રિજનલ ટેકનિકલ સર્વિસ હેડ નિસર્ગ પરીખ દ્વારા કોંક્રીટની ગુણવત્તા, મટીરીયલની પસંદગી તથા યોગ્ય પ્રેક્ટિસના પ્રભાવ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સેમિનારમાં દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 75 થી વધુ સિવિલ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ તથા એન્જિનિયર એસોસિયેશનના સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સાથે સાથે કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સન્માન અદાણી અંબુજા સિમેન્ટના રિજનલ સેલ્સ & માર્કેટિંગ હેડ રવિ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું.
જોકે સમગ્ર સેમિનારનું આયોજન અને સંચાલન રિજિનિયલ ટેકનિકલ હેડ નિસર્ગ પરીખ, જિલ્લા ટેકનિકલ હેડ શિવાંગ રાઠવા, ટેકનિકલ એક્ઝિક્યુટિવ માહીર શેખ તેમજ ટેક્નિકલ ટીમના સભ્યો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા બાંધકામ ક્ષેત્રના વ્યાવસાયિકોને આધુનિક ટેકનિકલ જ્ઞાન અને કોંક્રીટની ગુણવત્તા સુધારવા અંગે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
