સંજેલી કોર્ટ દ્વારા પ્રોબેશન એક્ટ હેઠળ માજી સરપંચને શરતી મુક્ત કરાયા. સંજેલીમાં સર્વે નંબર 117 સરકારી ગૌચરની માપણી વખતે પિતા પુત્ર પર હુમલો કરનાર માજી સરપંચ દોષિત.

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી કોર્ટ દ્વારા પ્રોબેશન એક્ટ હેઠળ માજી સરપંચને શરતી મુક્ત કરાયા.

સંજેલીમાં સર્વે નંબર 117 સરકારી ગૌચરની માપણી વખતે પિતા પુત્ર પર હુમલો કરનાર માજી સરપંચ દોષિત.

માજી સરપંચ કિરણ રાવતને સુધરવાની તક આપવા પ્રોબેશન એક્ટ હેઠળ ₹25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

 સંજેલી તા. ૧૯ મે.

સંજેલીની સરકારી ગૌચર સર્વે નંબર 117 જમીનની માપણી વખતે પિતા પુત્ર પર હુમલો કરતા સંજેલી કોર્ટેમાં માજી સરપંચને દોષિત ઠેરવ્યા છે. અદાલતે માજી સરપંચ કિરણ રાવતને સુધરવાની તક આપવા પ્રોબેશન એક્ટ હેઠળ ₹25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ ચકચાર મચી જવા પામી હતી.

સંજેલી સરકારી ગૌચરની જમીન પર સરપંચે સરકારી જમીનમાં બંગલો સહિતના વિવિધ દબાણોને લઈ ધારદાર રજૂઆત કરતા વહીવટી તંત્ર દ્વારા માપણી પ્રક્રિયા દરમિયાન સરપંચના મળતીયા દ્વારા જાગૃત નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હતો. 

સંજેલીના સર્વે નંબર 117ની ગૌચર જમીન પર માજી સરપંચના બંગલા સહિતના દબાણો અને પંચાયતના વહીવટમાં થતી ગેરરીતિઓ મુદ્દે જાગૃત નાગરિક જશવંતસિંહ ચૌહાણે

ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. જેના પગલે 14 જૂન 2021ના રોજ તંત્ર દ્વારા ગૌચરની જમીનની માપણી હાથ ધરાઇ હતી.સરપંચના મળતિયાઓએ ગેરકાયદે મંડળી રચી અરજદાર પિતા—પુત્ર પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ કેસ સંજેલી કોર્ટમાં ચાલતા સરકારી વકીલ આર.બી ભાવસારની દલીલોને ગ્રાહ્ય રાખી મેજિસ્ટ્રેટ ડો.ટી.આર ધોણીયાએ આરોપીને આઈપીસી કલમ 323 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે આરોપીને 1 વર્ષના પ્રોબેશન પિરિયડ રમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવાની શરતે 25 હજારના જામીન ઉપર મુક્ત કર્યા છે.

Share This Article