રાજેશ વસાવે :- દાહોદ
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખેડૂત નરેન્દ્રભાઈ…
દાહોદ તા. ૧૯

ખેડૂત નરેન્દ્રભાઈએ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ વિવિધ જગ્યાએ તાલીમ મેળવ્યા પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, છેલ્લાં સાત વર્ષથી તેઓ ગાય આધારિત ઝીરો ખર્ચ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેઓ વર્ષ દરમિયાન મકાઈ, ઘઉં, ચણા, ભીંડા જેવા વિવિધ પાક લે છે ઉપરાંત આંબાવાડી પણ તૈયાર કરી છે…

પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીન ગુણવત્તાયુક્ત બની છે અને ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગાયના છાણ-મૂત્ર આધારિત જીવામૃત-ઘન જીવામૃત જેવા કુદરતી ઉત્પાદનોના ઉપયોગથી ખેતી ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો છે : ખેડૂત
