રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં આઈપીએલ સટ્ટાબાજી મામલે યુવક ઝડપાયો, ₹૩૧,૫૦૦નો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૦૨
દાહોદ શહેરમાં આઈપીએલ મેચ પર પૈસાથી હારજીતનો મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા એક યુવકને પોલીસે ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી પોલીસે રૂપીયા ૧૧,૫૦૦ની રોકજ રકમ મળી મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૩૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમના સાગરીત વિરૂધ્ધ પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ એ ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૦૧ મેના રોજ દાહોદ શહેરમાં ગોવિંદનગર વિસ્તારમાં આવેલ રાજ ટાવર પાસે રહેતાં પ્રીયમભાઈ પકંજભાઈ પંચાલની પુછપરછ કરતાં કર્યા બાદ તેના મોબાઈલની પોલીસે તપાસ કરતાં મોબાઈલ ફોનમાં હાલ ચાલતી આઈપીએલની મેચમાં લાઈવ ક્રિકેટ મેચના હાર જીતનો ક્રિકેટ સત્તો રમતા મોબાઈલ ફોનમાં પકડાઈ ગયો હતો. પોલીસે ઉપરોક્ત ઈસમની અંગઝડતી કરતાં જેમાંથી રોકડા રૂપીયા ૧૧,૫૦૦ તેમજ એક મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂપીયા ૩૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો જ્યારે તેની સાથેનો વધુ એક સાગરીત રાજ કમલ પાલરેચા (રહે. લીમડી તા. ગુરૂગોવિંદ લીમડી, જિ.દાહોદ)ની પણ સંડોવણી હોવાનું સામે આવતાં દાહોદ એ ડિવીઝન પોલીસે ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————
