*સુખસર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા કહી ગમ કહી ખુશીનો માહોલ સર્જાયો* *સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ભાજપ ૯,કોંગ્રેસ ૬ તથા આમ આદમી પાર્ટીને ૩ બેઠકો મળી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા કહી ગમ કહી ખુશીનો માહોલ સર્જાયો*

*સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ભાજપ ૯,કોંગ્રેસ ૬ તથા આમ આદમી પાર્ટીને ૩ બેઠકો મળી*

*સુખસર તાલુકામાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પૈકી ભાજપ ૨ તથા કોંગ્રેસનો ૧ સીટ ઉપર વિજય*

સુખસર,તા.૨૯

સુખસર તાલુકા પંચાયત ની 18 બેઠકો પૈકી ભાજપના ફાળે ૯ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે.કોંગ્રેસે ૬ બેઠકો જીતતા પોતાનું રાજકીય સ્થાન જાળવી રાખ્યું છે.જ્યારે આમ આદમી પાર્ટી એ ૩ બેઠકો મેળવી તાલુકા સ્તરે નોંધપાત્ર હાજરી નોંધાવી છે.આ પરિણામો દર્શાવે છે કે સુખસર તાલુકા પંચાયતમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.અને આગામી સમયમાં સત્તા રચનાને લઈને રાજકીય સમીકરણો મહત્વપૂર્ણ બની શકે છે.પરિણામ બાદ વિવિધ પક્ષોમાં ચર્ચા અને ગતિશીલતા વધવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે.જેમાં પરિણામો જાહેર થતાં સુખસર તાલુકા પંચાયત બેઠકના વિજેતા થયેલા ઉમેદવારો નીચે મુજબ છે.

(૧)આફવા-સીતાબેન લક્ષ્મણભાઈ પીઠાયા ભાજપ(૨)ભોજેલા-૧ ધર્મેન્દ્રભાઈ સોમાભાઈ કટારા કોંગ્રેસ, (૩)ભોજેલા-૨ કમલેશભાઈ દલાભાઈ ચરપોટ આમ આદમી પાર્ટી,(૪)હડમત- હાર્દિકભાઈ રસુલભાઈ ચારેલ ભાજપ,(૫)જવેસી-નીતાબેન અર્જુનભાઈ ડામોર ભાજપ,(૬)કાળીયા- શૈલેષભાઈ કાળુભાઈ મછાર કોંગ્રેસ,(૭)કંથાગર-કલ્પનાબેન સુરેશભાઈ બારીયા ભાજપ,(૮)લખણપુર- સંકુતલાબેન મયંકભાઇ મછાર કોંગ્રેસ,(૯)મારગાળા-૧ નયનાબેન લાલસિંગભાઈ ભાભોર કોંગ્રેસ, (૧૦)(૨)મારગાળા-૨ કૈલાશબેન લલીતભાઈ ભાભોર ભાજપ,(૧૧)મોટા નટવા-અંબાબેન ઈશ્વરભાઈ ચરપોટ આમ આદમી પાર્ટી,(૧૨)મોટી ઢઢેલી શર્મિષ્ઠાબેન વિજયભાઈ બારીયા આમ આદમી પાર્ટી(૧૩)આસપુર-પ્રાર્થ કુમાર છગનભાઈ ચંદાણા કોંગ્રેસ, (૧૪)સાગડાપાડા-મંજુલાબેન ચેતનભાઇ ગરાસીયા ભાજપ, (૧૫)સુખસર-સુનિલભાઈ રમણભાઈ મકવાણા ભાજપ,(૧૬)વાસિયાકુઈ સૂરમાંબેન કમલેશભાઈ મછાર ભાજપ,(૧૭)રાવળના વરુણા- હાર્દિકભાઈ છગનભાઈ ચંદાણા કોંગ્રેસ,(૧૮)ગવાડુગરા ભરતભાઈ વીરસીંગભાઇ ડીંડોર ભાજપના ઉમેદવારો વિજયી નીવડ્યા છે.

       જ્યારે સુખસર તાલુકાની ત્રણ જિલ્લા પંચાયતની બેઠકો ઉપર નીંદકાપૂર્વ બેઠક ઉપર સોનલબેન રાજેન્દ્રભાઈ મછાર ભાજપ, સાગડાપાડા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર નંદાબેન રમેશભાઈ કટારા પાંચ હજાર જેટલા મતોની લીડથી જીત મેળવી છે.જ્યારે મારગાળા જિલ્લા પંચાયત બેઠકના અને કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ દિતાભાઈ મછાર વિજેતા જાહેર થયા હોવાનું જાણવા મળે છે.

Share This Article