*સુખસર તથા ફતેપુરા તાલુકામાં ઉનાળાના આકરા તાપની પરવા કર્યા વિના જાગૃત નાગરિકોએ શાંતિપૂર્વક મતદાન કર્યું* *સુખસર તાલુકામાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં 67.46 ટકા જ્યારે ફતેપુરા તાલુકામાં 66.11ટકા મતદાન નોંધાયું*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તથા ફતેપુરા તાલુકામાં ઉનાળાના આકરા તાપની પરવા કર્યા વિના જાગૃત નાગરિકોએ શાંતિપૂર્વક મતદાન કર્યું*

*સુખસર તાલુકામાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં 67.46 ટકા જ્યારે ફતેપુરા તાલુકામાં 66.11ટકા મતદાન નોંધાયું*

સુખસર,તા.26

  સુખસર તથા ફતેપુરા તાલુકાના નાગરિકોએ જાગૃત રહીને સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી પર્વને સામાન્ય બાબતો સિવાય કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી અને શાંતિ પૂર્વક ચૂંટણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.ઉનાળાના આકરા તાપની ચિંતા કર્યા વિના મતદાન માટે મતદારો મતદાન મથકે પહોંચી મતદાન કરતા યુવાનો,વૃદ્ધો અને અશક્ત લોકોએ મતદાન કરી જાગૃત નાગરિકની નિશાની અકબંધ રાખી છે.

    આજરોજ સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીમાં સુખસર તાલુકામાં 67.46 ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળે છે.જ્યારે ફતેપુરા તાલુકામાં 66.11 ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળે છે.આમ રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધી સરેરાશ મતદાન 57 ટકા 15 મહાનગરોમાં સરેરાશ 49 ટકા જેટલું મતદાન નોંધાયું છે.84 નગરપાલિકામાં સરેરાશ 58.12 ટકા મતદાન જ્યારે 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.21 ટકા મતદાન નોંધાઈ હોવાનું જાણવા મળે છે.260 તાલુકા પંચાયતમાં સરેરાશ 61 ટકા મતદાન નોંધાયું છે.અને 25,000 થી વધુ ઉમેદવારોનું ભાવી ઇવીએમ માં કેદ થયેલ છે.અને 28 એપ્રિલના રોજ પરિણામ આવશે ત્યારે જ કયા પક્ષની લીડથી જીત થાય છે તે જાણી શકાશે. 

      ગુજરાત રાજ્યમાં આજે ચૂંટણી પર્વનો દિવસ હતો.રાજ્યની 15 મહાનગરપાલિકાઓ,84 નગરપાલિકાઓ,34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી.દાહોદ જિલ્લાના તાલુકાઓમાં સવારના સાત વાગ્યાથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર પહોંચી રહ્યા હતા. તાલુકામાં તમામ વિસ્તારોમાં સવારથી જ અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળ ભર્યા વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.જ્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત,પીવાનું પાણી,ઊભા રહેવા માટે મંડપ સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.મતદાનનો સમય સાંજના 6 વાગ્યા સુધીનો હતો.જેથી નોકરીયાત વર્ગ કે અન્ય નાગરિકો પણ સરળતાથી પોતાના 

મતાધિકારનો ઉપયોગ કરી શકે.

           ઉલ્લેખનીય છે કે આગામી 28 એપ્રિલ મંગળવારના રોજ સુખસર ખાતે નૂતન વિદ્યાલયમાં જ્યારે ફતેપુરા ખાતે આઈ.કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.

Share This Article