મહેન્દ્ર ચારેલ :- સંજેલી
દાહોદમાં ચૂંટણી વચ્ચે હંગામો: AAP ઉમેદવારના પતિનું અપહરણ કરી જીવલેણ હુમલો.!
સંજેલી તાલુકામાં રાત્રે કારમાં અપહરણ બાદ બાંધીને મારપીટ, AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પોલીસ કાર્યવાહી અંગે રાહ*
દાહોદ તા.26
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આપના મહિલા ઉમેદવારના પતિનું ગાડીમાં ફિલ્મી ઢબે અપહરણ કર્યા બાદ હાથ પગ અને ગળું બાંધી ઢોર મારવામાં આવ્યું હતો અને તેને અવારુ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખે આ ઘટનામાં ભાજપને જવાબદાર ઠેરવી તેમની સામે આક્ષેપ કર્યા છે. સાથે જ આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા પોલીસમાં અરજી આપી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના મૌલી તાલુકા પંચાયત સીટ ઉપર આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ કતીજાની પત્ની જોશીલાબેને આમ આદમી પાર્ટીના બેનર પર મોલી તાલુકા પંચાયત બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન ગઈકાલે કોઈક અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના સમયે મહિલા ઉમેદવારના પતિ કલ્પેશભાઈ કતીજાનું કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને તેમને હાથ પગ અને કમરના ભાગે ઢોર મારવામાં આવ્યો હતો સાથે જ તેમના હાથ પગ તેમ દોરાથી બાંધી તેનું શર્ટ ગળાથી બાંધી મૌલી નજીક માળમાં અવરું જગ્યાએ ફેંકીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ મહિલા ઉમેદવારના પતિ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અને આજે સવારે તેઓ માળમાં હાથ પગ અને ગળામાં બાંધેલી હાલતમાં મળી આવતા તરત જ તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હવે આ ઘટના સંદર્ભે સંજેલી આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ભાજપને દોષિત એવી રહ્યા છે તેમના સામે આક્ષેપો કરી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર ભાજપ પોતાની ભૂંડી હાર ભાળી જતા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મોલી તાલુકા સીટ આપના ઉમેદવાર જોશીલાબેન કતીજાના પતિ કલ્પેશભાઈ કતીજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.ઉમેદવાર ને સતત ધાક ધમકીઓ આપવામાં આવી. ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું..પ્રચાર દરમિયાન પથ્થર મારો કરવામાં આવ્યો.. છતાં પણ આપના ઉમેદવારે ભાજપ સામે મચક ના આપતા આજ રોજ રાત્રીના સમયે કાવતરૂ કરી ઉમેદવારના પતિ કલ્પેશભાઈ કતીજા ને ઘર આગળથી અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો..પણ મોલી તાલુકા સીટમાં આવતા વાંસીયા,ચાકીસણા, બોડીયાભિત અને મોલી ગામની જનતા જવાબ આપશે તેવા પ્રકારના નિવેદન આપવામાં આવ્યા હતા.જોકે આ ઘટના સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાય નથી. પરંતુ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
