રસ્તાની સુવિધાના ગ્રામજનોએ મતદાનના દિવસે ચૂંટણીનો બહિષ્કાર કરતા ખળભળાટ,મતદાન મથક પર સુનાપો  ગરબાડાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયામાં 450થી વધુ વસ્તીનો એકજૂટ નિર્ણય,

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

રસ્તાની સુવિધાના ગ્રામજનોએ મતદાનના દિવસે ચૂંટણીનો બહિષ્કાર કરતા ખળભળાટ,મતદાન મથક પર સુનાપો 

ગરબાડાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયામાં 450થી વધુ વસ્તીનો એકજૂટ નિર્ણય,

 78 વર્ષ બાદ પણ પાકા રસ્તા ન મળતા તંત્ર સામે રોષ

દાહોદ તા.26

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ગરબાડા તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં મૂળભૂત સુવિધાના અભાવે 450 થી વધુ વસ્તી ધરાવતા ગ્રામજનોએ આઝાદીના 78 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધા ન મળતા મતદાનનો બહિષ્કાર કર્યો છે.

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયામાં અંદાજે 450 ની વસ્તી ધરાવતા ગ્રામજનોએ રસ્તાની સુવિધા ન હોવાને કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લીધો હતો. જોકે ગ્રામજનોનો આક્ષેપ છે કે આઝાદીના 78 વર્ષ બાદ પણ તેમના વિસ્તારમાં પાકા રસ્તાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. અત્રે નોંધણી બાબત છે કે ગ્રામજનોના કહેવું છે કે “જ્યારે મૂળભૂત સુવિધા તરીકે રસ્તો જ નથી, ત્યારે મતદાન કરીને શું ફાયદો?” તે માટે આવા પ્રકારનું પગલું ભર્યું છે. આ મામલે યુવાનો અને વૃદ્ધોએ એકજૂટ થઈ નિર્ણય કર્યો છે કે, જ્યાં સુધી રસ્તાની સમસ્યાનો નિકાલ નહીં આવે, ત્યાં સુધી તેઓ કોઈપણ ચૂંટણીમાં ભાગ નહીં લે એવું નક્કી કર્યું છે. જેના પગલે આજે મતદાનના દિવસે ઉપરોક્ત મતદાન મથક પર સોનાપો જોવા મળ્યો હતો. હાલ સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે કાચો રસ્તો હતો તે પણ કેટલાક લોકો દ્વારા ખેડી નાખવામાં આવ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. ત્યારે ચૂંટણીના દિવસે બહિષ્કાર છતાં હજી સુધી કોઈ તંત્રના અધિકારી કે રાજકીય પ્રતિનિધિએ સ્થળની મુલાકાત લીધી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.હાલ આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની આ ગંભીર સમસ્યાને કેટલા ઝડપથી ઉકેલે છે.

Share This Article