દાહોદમાં બિનહરીફ જીતનો બોલબાલો: ૩૦૪માંથી ૧૨ બેઠકો ભાજપના ફાળે છેલ્લા દિવસે ઉમેદવારી પરત ખેંચાવાની હલચલ વચ્ચે રાજકીય ગરમાવો,

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં બિનહરીફ જીતનો બોલબાલો: ૩૦૪માંથી ૧૨ બેઠકો ભાજપના ફાળે

છેલ્લા દિવસે ઉમેદવારી પરત ખેંચાવાની હલચલ વચ્ચે રાજકીય ગરમાવો,

 નગરપાલિકા અને પંચાયતમાં રસાકસીની ચુંટણીના સંકેત.

દાહોદ તા.૧૫

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ ૩૦૪ બેઠકો પૈકી એક જિલ્લા પંચાયત પાંચ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ૬ કુલ ૧૨ બેઠકો ભાજપના ફાળે બિન હરીફ જવા પામી છે. તો નગરપાલિકાની એક કોંગ્રેસના ફાળે જવા પામી છે. આમ, દાહોદ જિલ્લાની ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે. જાેકે, દાહોદ નગરપાલિકામાં અગાઉની ત્રણ ફોર્મ રદ્દ થવા પામ્યાં હતાં. તો એક ઉમેદવારી પત્ર પરત ખેંચાવા પામ્યું હતું. તો આજે છેલ્લા દિવસે સાત ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યાં છે. દાહોદ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં અનેક ચઢાવ ઉતાર રહેવા પામ્યાં છે. તેવા સમયે લીમડી-૧ તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં અશોક ચંદુભાઈ ભરવાડ બીન હરીફ વિજેતા રહેવા પામ્યાં છે. તો દેવગઢ બારીઆ અને ધાનપુર તાલુકામાં ૩૬-પીપેરો જિલ્લા પંચાયતની સીટ પર ભારત વાખળા બીન હરીફ રહેવા પામ્યાં છે તો તાલુકા પંચાયતમાં રામપુર, લીલેધરી અને ધડા તાલુકા સીટ બિન હરીફ થવા પામી છે. આમ, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના વિસ્તારમાં ભાજપનો દબદબો હજી યથાવત્ છે.

દાહોદ જિલ્લા પંચાયતની કુલ ૫૦ બેઠકોમાં ૨૮૬ ફોર્મ ભરાયા હતાં જેમાં ૦૮ ફોર્મ પરત ખેંચવામાં આવ્યાં હતાં અને ૧૧૦ ફોર્મ રદ્દ થયાં છે. જ્યારે એકપણ ઉમેદવાર બીન હરિફ જાહેર થવા પામ્યો નથી અને હવે ૧૭૮ ઉમેદવારો હરીફ ઉમેદવાર જાહેર થયાં છે. તેવીજ રીતે દાહોદ તાલુકા પંચાયતમાં કુલ ૨૫૪ બેઠકો પર ૮૦૬ ઉમેદવારો મેદાન રહેવા પામ્યાં છે જ્યારે દાહોદ નગરપાલિકામાં કુલ ૦૯ બેઠકોમાં ૧૧૬ ફોર્મ ભરાયા હતાં જેમાં ૦૭ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયાં હતાં અને ૨૪ ઉમેદવારી ફોર્મ રદ્દ થયા છે. જેમાં ૦૭ ઉમેદવારો દાહોદ નગરપાલિકામાં બીન હરીફ જાહેર થવા પામ્યાં છે અને ૭૮ ઉમેદવારો દાહોદ નગરપાલિકાની ચુંટણીમાં ચુંટણી લડશે. દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી કરનાર ભાજપના ઉમેદવાર નિર્દેશ પરીખે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી મીનીટોમાં ચુંટણી અધિકારી સમક્ષ હાજર થઈ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં સમગ્ર જિલ્લામાં રાજકીય વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યાં છે. અને અનેક અટકળો અને ચર્ચાઓએ શહેરમાં જન્મ લીધો છે ત્યારે આગામી આ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી રસાકસી પુર્ણ રહેશે તેવું લાગી રહ્યું છે.

———————————-

Share This Article