સુખસરના નવનિયુક્ત પી.આઈ.એમ. એમ. રાઠોડનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન કરાયું* *વહીવટી તંત્ર અને યોગબોર્ડ વચ્ચેના સંકલનને મજબૂત કરવા અને પોલીસ પરિવારમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા ના હેતુથી મુલાકાત કરાઇ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરના નવનિયુક્ત પી.આઈ.એમ. એમ. રાઠોડનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન કરાયું*

*વહીવટી તંત્ર અને યોગબોર્ડ વચ્ચેના સંકલનને મજબૂત કરવા અને પોલીસ પરિવારમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા ના હેતુથી મુલાકાત કરાઇ*

સુખસર,તા.15

   દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળનાર એમ.એમ રાઠોડની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરનું ફૂલહાર અને મોમેન્ટો આપી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લામાં યોગના પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.આ અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશનના નવા જવાબદારી સંભાળતા પી.આઇ રાઠોડના આગમનને વધાવવા માટે યોગ બોર્ડના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાતનો મુખ્ય હેતુ વહીવટી તંત્ર અને યોગ બોર્ડ વચ્ચેના સંકલનને મજબૂત કરવાનો અને પોલીસ પરિવારમાં પણ યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

           આ સન્માન પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો દાહોદ જિલ્લા યોગ કો ઓર્ડીનેટર 

ધુળાભાઈ પારગી યોગ કોચ શંકરભાઈ કટારા સુખસર તાલુકાના યોગ ટ્રેનર.ફતેપુરા તાલુકાના યોગ ટ્રેનર. મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યાન યોગ બોર્ડની ટીમે પી.આઈ રાઠોડને તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.અને આગામી સમયમાં પોલીસ સ્ટેશન સ્ટાફ માટે યોગ શિબિરના આયોજન અંગે પણ પરામર્શ કર્યો હતો. પી.આઈ રાઠોડ દ્વારા આ સન્માન બદલ યોગ બોર્ડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article