ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં તાત્કાલિક બ્લડ ડોનેશનથી ઉચ્ચ જોખમ વાળી ગર્ભવતી મહિલાને મળ્યું જીવનદાન મળ્યું* *આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી અને સી.એચ.ઓ દ્વારા માનવતાનું અનોખું ઉદાહરણ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં તાત્કાલિક બ્લડ ડોનેશનથી ઉચ્ચ જોખમ વાળી ગર્ભવતી મહિલાને મળ્યું જીવનદાન મળ્યું*

*આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી અને સી.એચ.ઓ દ્વારા માનવતાનું અનોખું ઉદાહરણ*

સુખસર,તા.10

  દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળીગામ ગુર્જર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવેલ ધારા ડુંગર ગામની ઉચ્ચ જોખમવાળી ANC દર્દી લક્ષ્મીબેન અજયભાઈ ડામોરને ઇમર્જન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતાં આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.દર્દીને ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે રાત્રે આશરે 10:00 વાગ્યે દાખલ કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન આયુષ ડોક્ટર ડૉ. જ્યોત્સના તડવી, કાળીગામના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્વેતા સોની તેમજ સિકલ સેલ કાઉન્સિલર આશિષ પરમાર હોસ્પિટલ ખાતે પહોંચીને દર્દીની મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

      ખાસ નોંધનીય બાબત એ રહી કે, સી.એચ.ઓ શ્વેતાબેન સોનીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં દર્દીને તાત્કાલિક બ્લડ ડોનેટ કર્યું, જેના પરિણામે સમયસર સારવાર મળી અને ગર્ભવતી મહિલાનું જીવન બચાવવામાં સફળતા મળી હતી.

        આ સમગ્ર ઘટના આરોગ્ય વિભાગની પ્રતિબદ્ધતા, ત્વરિત પ્રતિસાદ અને સેવાભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ પૂરું પાડે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીમના તમામ સભ્યોના આ ઉત્તમ કાર્યને બિરદાવવામાં આવ્યા છે.

Share This Article