સંતરામપુરમાં આચાર સંહિતાનો ભંગ? દિવાલો પર પક્ષીય પોસ્ટરોને લઈને ઉઠ્યા સવાલ-પોસ્ટરો મુદ્દે સંતરામપુર ગરમાયું: તાત્કાલિક પગલાંની લોક માંગ..

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર

સંતરામપુરમાં આચાર સંહિતાનો ભંગ? દિવાલો પર પક્ષીય પોસ્ટરોને લઈને ઉઠ્યા સવાલ-પોસ્ટરો મુદ્દે સંતરામપુર ગરમાયું: તાત્કાલિક પગલાંની લોક માંગ..

સંતરામપુર તા. ૯

     સથાનીક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બાકી રહેલી નગરપાલિકાઓ માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન સંતરામપુર શહેરના વિવિધ વિસ્તારો અને મોહલ્લાઓમાં મોટી સંખ્યામાં મકાનોની દીવાલો પર પક્ષીય રંગોથી બનાવેલા પોસ્ટરો જોવા મળ્યા છે.જે દુર નહી થતા ચચૉનો વિષય બનેલછે.

ખાસ કરીને આમ આદમી પાર્ટી સંબંધિત લખાણો જેમ કે “ના બેટા નું, ના બાપનું, હવે ગુજરાત આપનું” તેમજ ઝાડુના નિશાન સાથેના ચિત્રો શહેરના અનેક સ્થળોએ દેખાઈ રહ્યા છે. આ પ્રકારના પ્રચાર સામગ્રી આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે.

સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ચૂંટણી જાહેર થયા પછી પણ સંતરામપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવા પોસ્ટરો હટાવવા અંગે કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

નાગરિકોમાંથી ઉઠતી માંગ મુજબ, સંતરામપુર તાલુકા વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લઈ આચાર સંહિતાનો કડક અમલ કરવો અને કરાવો જોઈએ અને સંતરામપુર શહેરમાં લગાવવામાં આવેલા આવા પોસ્ટરો દૂર કરવા જોઈએ, જેથી નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકે

​સીધો અને સ્પષ્ટ અભિગમ: “પંચાયત ચૂંટણી વચ્ચે આચારસંહિતાના લીરેલીરા: જાહેરમાં હજુ પણ દેખાઈ રહ્યા છે રાજકીય પોસ્ટરો”

​તંત્ર સામે સવાલ ઉઠાવતું હેડિંગ: “ચૂંટણી તંત્ર ઊંઘતું ઝડપાયું? આચારસંહિતા છતાં રાષ્ટ્રીય પક્ષોના હોર્ડિંગ્સ હટાવવામાં તંત્રની આળસ”

​તપાસ અને કાર્યવાહી પર ભાર: “જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ, રાજકીય પ્રચારના પોસ્ટરો યથાવત”

Share This Article