více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

નિશાદ રાજ એજ્યુકેશન ટ્રસ્ટ ખેરવા સંચાલિત ગાંધી આશ્રમ ટીભરવા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (N S S) ની વાર્ષિક શિબિર યોજાઈ*  *પર્યાવરણની જાળવણી માટે ગામના પાદરે અને આશ્રમશાળા ના મેદાનમાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*નિશાદ રાજ એજ્યુકેશન ટ્રસ્ટ ખેરવા સંચાલિત ગાંધી આશ્રમ ટીભરવા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (N S S) ની વાર્ષિક શિબિર યોજાઈ* 

*પર્યાવરણની જાળવણી માટે ગામના પાદરે અને આશ્રમશાળા ના મેદાનમાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા*

સુખસર,તા.18

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નિશાદ રાજ એજ્યુકેશન ટ્રસ્ટ ખેરવા સંચાલિત,શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજ સંતરામપુર આયોજિત ગાંધી આશ્રમ ટીંભરવા ખાતે NSS (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા મંત્રી ડૉ.લીલાબેન મકવાણા તેમજ ગાંધી આશ્રમના પ્રમુખ નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બારીયા,આશ્રમ ના આચાર્યા શ્રીમતિ સુશીલાબેન, મુખ્ય શિક્ષક મનોજભાઈ પટેલ તથા શ્રી સહજાનંદ કોલેજના આચાર્ય સંજય પારગી,ડૉ.ધર્મેન્દ્ર વડેરા,ડો. મેહુલ માલીવાડ તેમજ કોલેજના અધ્યાપકો અને આશ્રમના શિક્ષક મિત્રો તેમજ એન.એસ.એસના સ્વયંસેવકો તથા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને આજુબાજુના ગ્રામ જનો હાજર રહ્યા હતા.

     આ કાર્યક્રમ દરમિયાન પ્રભાત ફેરી અને સ્વચ્છતા માટે દરરોજ સવારે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.અને ગામના જાહેર રસ્તાઓ તેમજ ચોકની સફાઈ કરવામાં આવી હતી.

પર્યાવરણની જાળવણી માટે ગામના પાદરે અને આશ્રમ શાળાના મેદાનમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.જ્યારે બૌદ્ધિક સત્રો જેમાં સાંજના સમયે નિષ્ણાતો દ્વારા વ્યસનમુક્તિ,બેટી બચાવો-બેટી પઢાવો અને ડિજિટલ સાક્ષરતા જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શિબિરના અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓએ નાટકો દ્વારા સામાજિક કુરિવાજો પર પ્રહાર કર્યો હતો. ગામના સરપંચએ એન.એસ.એસ ના સ્વયંસેવકોની સેવાની પ્રશંસા કરી હતી.આ શિબિરથી અમારામાં આત્મવિશ્વાસ અને ટીમવર્કની ભાવના કેળવાઈ હોવાનું દરેક વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard