રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા હાટ બજારમાં ગરબાડા તાલુકા ભીલ સમાજ પંચનું આદર્શ બંધારણ લાગુ કરવા માટે સંમેલન યોજાયું.
સંમેલનમાં 41 ગામના સરપંચો આગેવાનો પૂર્વ ધારાસભ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન અને ભીલ સમાજ પંચ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા
દાહોદ તા. ૧૫
ગરબાડા હાટ બજારમાં 14 ફેબ્રુઆરી, 2026ના રોજ ભીલ સમાજ પંચ ગરબાડા તાલુકાની એક મહત્વપૂર્ણ સમલેનનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન,પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, ભીલ સમાજ પંચ પ્રમુખ શૈલેષ મખોડીયા સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા સભ્યો તેમજ જિલ્લા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં દરમિયાન ભીલ સમાજમાં પ્રવર્તતી લગ્ન પ્રથામાં થતા ખોટાખર્ચાઓ ઘટાડવા અને સમાજનેપ્રગતિના માર્ગે આગળ લાવવા માટે દાહોદ જિલ્લા ભીલ સમાજ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ લગ્ન બંધારણનું વિમોચન કરવામાં આવ્યું હતું.આગેવાનોએ જણાવ્યું હતું કે, સમાજની પછાતપણાનું એક મુખ્ય કારણ લગ્ન પ્રસંગોમાં થતા અતિરિક્ત ખર્ચાઓ છે. ચર્ચામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે વધતા ખર્ચાઓના કારણે સમાજનો મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહી દેવાના બોજા હેઠળ દબાઈ રહ્યો છે. હાલ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લગ્ન પ્રસંગોમાં લેવાતી સોના-ચાંદીની વસ્તુઓ મર્યાદિત રાખવા ભાર મૂકવામાં આવ્યો હતો. નવા લગ્ન બંધારણનું સંપૂર્ણ અમલીકરણ માટે ભીલ સમાજ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું હતું

વીઓ: 2 આ નવાલગ્ન બંધારણમાં દહેજને લેવડદેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં એક લાખ 21 હજારથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામ ની ઝાંઝરી ચાંદીનો મંગળસૂત્ર , સોનાના ઘરેણામાં નાક નો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.

તેમજ કન્યાદાન ની વસ્તુઓમાં વાસણો નોતરું ચાંદલો 100 – 1000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી એન ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભોજનમાં દાળ ભાત અને સગવડ હોય તો કંસાર તેમજ ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિ બંધ મૂકવામાં આવ્યો હતો. સગાઈ પ્રસંગે બંને પક્ષ તરફથી 11 – 11 માણસો તેમજ ₹100 કે 51 રૂપિયા સાથે લાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આદિવાસી ભીલ સમાજના સરપંચો આગેવાનો વડીલો યુવાનો તેમજ પુજારા ને આહવાન કરવામાં આવ્યું હતું. આ બિલ સમાજ પંચ સંમેલનમાં આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
