ધાનપુર તાલુકાના મેનપુરના જંગલમાં બે માસૂમ બાળકોની અપહરણ બાદ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ..
Contents
- ગૌરવ પટેલ:લીમખેડા
- દાહોદ તા.૦૧
- દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે બે વર્ષ પૂર્વે બનેલા હત્યાના બનાવમાં લીમખેડાની એડિશનલ સેશન્સ કોર્ટે બે માસૂમ બાળકોનું અપહરણ કરી બંનેની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા સાથે રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.
- ગત તા.૧૦-૫-૨૨ના રોજ સાંજે કાંટુ ગામના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ સોમાભાઈ બામણીયાના બે પુત્રો, દિલીપ (ઉં.વ. ૧૦) અને રાહુલ (ઉં.વ. ૫), તેમના કાકા શંકરભાઈના ઘરે રમવા ગયા હતા. તે સમયે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાએ બંને બાળકોને ટિફિન જમાડવાની લાલચ આપી પોતાની બાઇક પર બેસાડી અપહરણ કર્યું હતું. પ્રથમ મોટા પુત્ર દિલીપની હત્યા કરી તેની લાશને આમલી મેનપુર ગામના જંગલમાં પથ્થરો નીચે દાટી દીધી હતી. તે બાદ પ વર્ષના નાના પુત્ર રાહુલને સીમામોઈ ગામના જંગલમાં લઈ ગયો અને ત્યાં તેની હત્યા કરી કૂવામાં નાખી દીધો હતો. આ મામલે પિતા નરવતભાઈએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લીમખેડાની એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એસ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ એચ.એચ. ઠક્કરે આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાને હત્યા કરવા બાબતે આજીવન કેદની સજા અને રૂ. ૨૦,૦૦૦નો દંડ, જ્યારે ૩૬૩ અપહરણમાં ૦૭ વર્ષની જેલ અને રૂ. ૫,૦૦૦નો દંડ, તેમજ ૩૬૪ એટલે હત્યાના ઈરાદે અપહરણમાં ૧૦ વર્ષની જેલ અને રૂ.૧૦,૦૦૦ દંડ, પુરાવાનો નાશ હતો. કરવો જેમાં ૦૭ વર્ષની જેલ અને રૂ.૫,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો.
ધાનપુરના કાંટુ ગામના બે ભાઈઓની નિર્મમ હત્યામાં લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટ નો ઐતિહાસિક નિર્ણય..
આરોપી રાજેશ ઉર્ફે રાજુ મોહનીયાને આજીવન કેદ અને દંડની સજા ફટકારી..
