Friday, 22/11/2024
Dark Mode

કોરોનાનો ખતરો….ફતેપુરાના બલૈયામાં મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા “ગ્રામીણ બેંક ઓફ બરોડા”૧૪ દિવસ માટે બેંક બંધ કરી દેવાઈ

કોરોનાનો ખતરો….ફતેપુરાના બલૈયામાં મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા “ગ્રામીણ બેંક ઓફ બરોડા”૧૪ દિવસ માટે બેંક બંધ કરી દેવાઈ

  હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા ના બલૈયા માં મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા ૧૪ દિવસ માટે બેંક બંધ કરી દેવાઈ, કોરોના દર્દીના ઘરમાં જ બેંક ચાલતી હોવાથી કાર્યવાહી કરાઈ, આરોગ્ય વિભાગે આખા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી.

કોરોનાનો ખતરો....ફતેપુરાના બલૈયામાં મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા "ગ્રામીણ બેંક ઓફ બરોડા"૧૪ દિવસ માટે બેંક બંધ કરી દેવાઈ

સુખસર તા.10

ફતેપુરા તાલુકાના બલૈયા ગામે એક મહિલાને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા ગામમાં અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોરોના દર્દીના મકાનમાં જ બરોડા ગ્રામીણ બેંક ચાલતી હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા 14 દિવસ સુધી બંધ રાખવાની સુચના અપાઇ હતી આખા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ હતી.

કોરોનાનો ખતરો....ફતેપુરાના બલૈયામાં મહિલાને કોરોના પોઝિટિવ કેસ આવતા "ગ્રામીણ બેંક ઓફ બરોડા"૧૪ દિવસ માટે બેંક બંધ કરી દેવાઈફતેપુરા તાલુકાના બલૈયા ગામમાં કોરોના પોઝિટિવનો ત્રીજો કેસ નોંધાયો હતો નંદુબેન કાળુભાઈ લબાનાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની વાતને લઇ સંપર્કમાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.નંદુબેન ના પતિ બેંક મિત્ર તરીકે કામ કરતા હોવાથી બેંકની કામગીરી અર્થે આવેલા લોકોમાં પણ ગભરાટ ફેલાયેલો હતો.આ કોરોના પોઝિટિવ દર્દીના મકાન માં ગ્રામીણ બેંક બરોડાની શાખા કાર્યરત છે.જેથી કોરોના પોઝિટિવ દર્દી સહિત ઘરના તમામ સભ્યો ને ૧૪ દિવસ માટે હોમકોરોનટાઈન કરાયા હતા. હાલ  કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં બેંક શાખા પણ આવતી હોવાથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સોમવારના રોજ વિસ્તારની મુલાકાત લઇ રસ્તો બંધ કરાયો હતો.u તેમજ આખા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી બેંક પણ ૧૪ દિવસ માટે બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.

error: Content is protected !!