
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી મિલિંદ દવેની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ.
ગરબાડા તા. ૩
આજે તારીખ 2 ઓગસ્ટના રોજ ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા પ્રાંત અધિકારી મિલિંદ દવે ની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી. જે સંકલનની બેઠકમાં નલ સે જલ યોજના , જેસાવાડા ટ્રાફિક સમસ્યા, ગરબાડામાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ , MGVCL દ્વારા ટૂંકી પાણી પૂરવઠા કનેકશન આપવા બાબત , ગરબાડા એસ.બી.આઇ બેન્કમાં ચલણ જમા લેવા બાબત જે લાભાર્થીઓને ધરમ ધક્કા ખાવા માટે વારે ઘડીએ દાહોદ જવું પડે તે ચલણ ગરબાડા એસ.બી.આઈ બેંકમાં જમા કરવામાં આવે. તેવી ખાસ ચૂચાના ગરબાડા મામલતદાર સી.વી ચૌધરી કરવામાં આવી હતી, આ સંકલનની બેઠકમાં ગરબાડા પીઆઇ , જેસાવાડા પીએસઆઇ, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, સહિત સંકલન સમિતિના સભ્યો, અને વહીવટી તંત્રના અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.