દાહોદના ચોસાલામાં એક યુવક અને યુવતીએ અગમ્યકારણોસર એક ઝાડ સાથે દુપટ્ટો બાંધી બંન્નેએ ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ તાલુકાના ચોસાલા ગામે એક યુવક અને યુવતીએ અગમ્યકારણોસર ગામમાં આવેલ એક ઝાડ સાથે દુપટ્ટો બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે પોલીસ પણ દોડી જઈ બંન્નેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી આપ્યા છે.

દાહોદ તાલુકાના ચોસાલા ગામે નવાખેડા ફળિયામાં રહેતા કિંજલબેન રૂમાલભાઈ ડામોર (ઉ.વ.૧૮) અને સુવાણભાઈ ખેતાભાઈ ડામોર (ઉ.વ.૧૯) આ બંન્ને જણાએ ગત તા.૬ ઓગષ્ટના રોજ અગમ્યકારણોસર ગામમાં આવેલ નવાખેડા ફળિયામાં એક ઝાડ સાથે દુપટ્ટો બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાઈ જીવન સંકેલી લેતા આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા ગ્રામજનોનો ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરાતાં પોલીસ કાફલો પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંન્નેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી આપ્યા હતા. આ ઘટનાને પગલે નગરમાં તરેહ તરેહની ચર્ચાઓ જાેર પકડ્યું છે ત્યારે આ જાેડાએ આત્મહત્યા કેમ કરી? આ સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.
આ સંબંધે મૃતક યુવતીના પિતા રૂમાલભાઈ હીમાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સી.આર.પી.સી. કલમ મુજબ અકસ્માત મોતના કાગળો કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

————————

Share This Article