Thursday, 28/10/2021
Dark Mode

ગરબાડાના મેઇન બજારમાં એક જ પરિવારમાં કોરોના પોઝિટિવના બે કેસ આવતા ખળભળાટ:ગરબાડા નગરને “કન્ટેન્મેન્ટ એરીયા”અને “બફરઝોન” જાહેર કરાતા કરફ્યુ જેવો માહોલ:એક મહિલાનું મોત

ગરબાડાના મેઇન બજારમાં એક જ પરિવારમાં કોરોના પોઝિટિવના બે કેસ આવતા ખળભળાટ:ગરબાડા નગરને “કન્ટેન્મેન્ટ એરીયા”અને “બફરઝોન” જાહેર કરાતા કરફ્યુ જેવો માહોલ:એક મહિલાનું મોત

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાના મેઇન બજારમાં એક જ પરિવારમાં કોરોના પોઝિટિવના બે કેસ આવતા ખળભળાટ, તાલુકામાં અત્યાર સુધીના કોરોના કુલ કેસ ૩૦ જે પૈકી ૧૧ રિકવર તથા ૧૮ જેટલા કેસ હાલમાં એક્ટિવ, ગરબાડા નગરને કન્ટેન્મેન્ટ અને બફર ઝોન જાહેર કરાતા કરફ્યુ જેવો માહોલ, કોરોના લક્ષણ ધરાવતી જેસાવાડાની મહિલાનું શહેરના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોત

ગરબાડા તા.08

અત્યાર સુધી ગરબાડા તાલુકાના વિવિધ ગામોમાં કોરોનાના કેસ થતા હતા.જ્યારે પાછલા બે દિવસથી ગરબાડા નગરને પણ કોરોનાએ પોતાની ચપેટમાં લીધો હોવાનું જોવા મળી રહ્યું છે.તારીખ સાતમીના રોજ ગરબાડા ખાતે એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ આવ્યા હતા.જ્યારે જેસાવાડામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.તારીખ ૮મીના ગરબાડાના મેઈન બજારમાં રહેતા શૈલેન્દ્ર મદનલાલ સોનીને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ ગરબાડાના સરકારી દવાખાને ચેકઅપ કરાવ્યું હતું જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા જેથી તેમના પરિવારના પણ અન્ય ત્રણ વ્યક્તિઓને ચેકઅપ કરવામાં આવતા  તેમની  પુત્રી સ્નેહા પણ પોઝિટિવ આવી હતી જેથી બંને દાહોદના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.જ્યારે તેમની પત્ની અને પુત્ર બંને નેગેટિવ આવ્યા હતા બીજી તરફ તાલુકા  હેલ્થ ઓફિસર  ડોક્ટર ડાભી તથા તેમની ટીમ તાત્કાલિક અસરથી આવી પહોંચી હતી.અને  સ્થાનિકોને સરકારના નિયમોનું ચુસ્તપણે અમલ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા. અને લોકો સ્વૈચ્છિક રીતે તેનું પાલન કરે તેવી સમજણ પણ આપવામાં આવી હતી ગરબાડા નગર મા કોરોનાએ પગપેસારો કરતા રેન્જ ઓફિસથી લઈને સમગ્ર મેઇન બજાર વિસ્તાર ને કન્ટેન્ટ મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જ્યારે કામળીયાવાડ ભાભોર ફળિયા ગણેશ મંદિર વાળી ગલી ઘાંચીવાડા પોલીસ સ્ટેશન તેમજ ફોરેસ્ટ ની ઓફીસથી આઝાદચોક સુધીના વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.તેમજ સમગ્ર નગરને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું.જેને લઇને સમગ્ર નગરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 30 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જે પૈકી ૧૧ ને સાજા થતા ડીસ્ચાર્જ કરાયા છે.જ્યારે ૧૮ કેસ તાલુકામાં હાલમાં પણ એક્ટિવ છે.જે પૈકી ગરબાડા નગરમાં જ હાલમાં સાત જેટલા કેસ એક્ટિવ છે. જોકે આજરોજ ગરબાડા તાલુકાના જેસાવાડા પંચાલ ફળીયાની વીણાબેન ભગવાનભાઈ પંચાલ નામક મહિલાનું કોરોના રિપોર્ટ આવે તે પહેલા તેમનું દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયાં હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!