
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
નશાનું વાવેતર:ઝાલોદના વગેલામાં ખેતરમાંથી ગાજો ઝડપાયો.
SOG પોલીસની કાર્યવાહી: બે લાખના મુદ્દામાલ સાથે ખેતર માલિકની ધરપકડ.
દાહોદ તા. ૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વગેલા ગામે એક ખેતર તેમજ વાડામાં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડનું વાવેતર દાહોદ એસઓજી પોલીસે રૂા.૨,૦૯,૪૦૦ના લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડી ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર સહિત વિવિધ ગુન્હાઓ શોધી કાઢવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગત તા.૦૮મી જુલાઈના રોજ દાહોદ એસ.ઓ.જી શાખાનાં પીઆઇ શ્રી એસ જે રાણા નાઓને મળેલી બાતમીનાં આધારે ઝાલોદ તાલુકાના વગેલા ગામ ઢાકણી ફળિયામાં રહેતાં પારૂભાઈ સુરપાળભાઈ ડામોરના માલિકીના ખેતરમાં તેમજ વાડામાં ઓચિંતી રેડ પાડતાં પોલીસે ખેતર અને વાડામાંથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થા લીલા ગાંજાના ૫૮ છોડનું વાવેતર કરી મળી આવેલ હતું. જેનું વજન ૨૦.૯૪૦ કિલો ગ્રામ જેની કુલ કિંમત રૂા.૨,૦૯,૪૦૦ના લીલા ગાંજાના વાવેતરનો જથ્થો પોલીસે ઝડપી પાડી ખેતર માલિક પારૂભાઈ સુરપાળભાઈ ડામોરની દાહોદ એસઓજી પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.