
રાજેશ વસાવે :- દાહોદ
દેવગઢ બારીયા નજીક ભથવાડા પાનમ નદીમાં મંડપના કપડાં ધોવા ગયેલા બે યુવાનો ડૂબ્યા. બંનેના મોત..
બંનેના મૃતદેહોને કાઢીને દવાખાને લઈ જવા યા..
દાહોદ તા.25
દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ગામમાંથી પસાર થતી પાનમ નદીમાં મંડપના કપડાં ધોવા ગયેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ગોઝારી ઘટનાને લઇ ભથવાડા અને નાની અસાઇડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનામાં બે પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર ભથવાડા નજીક પાનમ નદીમાં નાની અસાયડી ગામના ભૂતિયા ફળિયાના ૨૭ વર્ષીય વિનોદભાઈ સુરજભાઈ પટેલ અને ૧૭ વર્ષીય ધર્મેન્દ્ર ભરતભાઈ પટેલ મંડપના કપડાં ધોવા નદી કિનારે ગયા હતા. જ્યાં કપડાં ધોવા દરમિયાન તેઓ નદીના ઊંડા પાણીમાં સમાઈ જતા મૃત્યુ પામ્યા હતા. જોકે આ બંને યુવકોના પગ લપસી જવાના કારણે અથવા ઊંડા પાણીના અનુમાનના અભાવે આ કરુણાંતિકા સર્જાઇ હોવાનું અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ઘટના ના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને બારે જહમત બાદ બંને યુવકોને બહાર કાઢી કદાચ જીવતા હોય તેવી આશાથી ટ્રેક્ટર માં નાખી સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબો હોય તેમના મૃત જાહેર કરતા નાની અસાઇડી તેમજ ભથવાડા ગામમાં શોક નું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા જ દેવગઢ બારિયા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ પીપલોદની હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.