પહેલી રાખી દેશના જવાનો ની”….લીમડીની બહેનોએ બોર્ડર પર સૈનિકો માટે રાખી મોકલી

Editor Dahod Live
1 Min Read

  હિતેશ કલાલ @ સુખસર 

પહેલી રાખી દેશના જવાનો ની”….લીમડીની બહેનોએ બોર્ડર પર  સૈનિકો માટે રાખી મોકલી

 સુખસર તા.22
 “પહેલી રાખી દેશ ના જવાનો ની”  કાર્યક્રમ અંતર્ગત લીમડી એચિવર સ્કૂલ ની બહેનોએ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખી બોર્ડર પરના સૈનિકો માટે મોકલી હતી
 ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલી એચીવર સ્કૂલ ની બહેનો દ્વારા ટૂંક સમયમાં આવનાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખી તૈયાર કરવામાં આવી હતી અને “પહેલી રાખી દેશના જવાનોની” કાર્યક્રમ અંતર્ગત સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડ ના સહયોગથી બોડર પણ તૈનાત સૈનિકો માટે  રાખી મોકલવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત નરેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું કે સીમાઓ પર તેમજ દેશમાં સૈનિકો પોતાના જાનની પરવા કર્યા વગર માં ભોમની રક્ષા માટે અડીખમ ઊભા છે એટલે આપણે શાંતિ અને સન્માન ની જિંદગી જીવી રહ્યા છીએ. આ સન્માન માટે તેમનો આભાર વ્યક્ત કરવાનો એક નાનો પ્રયાસ છે. ભારતીય સૈનિકોએ લદાખ બોર્ડર પર બતાવેલ શૌર્યને દુનિયા આખી સલામ કરી રહીછે ત્યારે
       “पहली राखी देश प्रेमकी” કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના ગામે ગામની બહેનો એ પોતાના ભાઈઓ માટે સરહદ પર રાખડી મોકલી રહ્યા છે.
Share This Article