દાહોદ શહેરમાં એક દુઃખદ ઘટનાથી દાહોદ શહેર સહીત જિલ્લાવાસીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મામાંના હુલામણા નામથી પ્રખ્યાત એવા નલિનકાંત મોઢીયાનું દુઃખદ અવસાન થયાંની વાત વાયુવેગે શહેર સહિત જીલ્લામાં પ્રસરતા તેમના ચાહક વર્ગ સહિત પરિવારજનોમાં પરિવાર માતમ છવાઈ જવા પામ્યો હતો.
વધુ મળતી માહિતી પ્રમાણે નલિનકાન્ત મોઢીયાને કોરોનાના લક્ષણો જણાતા તેઓને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ આજ વહેલી સવારે તેમનું મોત નિપજતા પરિવારજનો સહિત તેમના ચાહક વર્ગમાં ગમગીની છવાઇ જવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કેન્સર જેવી જીવલેણ બીમારીને મહાત આપવામાં સફળ રહેલા નલિનમામાંઍ આજરોજ ઝાયડસ હોસ્પિટલમાં વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.સામાન્ય કાર્યકર્તાથી સત્તાના શિખર સર કરનાર નલિનમામાંની ખોટ તેમના પરિવાર સહિત પક્ષમાં પણ સાલશે તેમાં કોઈ બેમત નથી.જો બીજી રીતે કહીએ તો ભારતીય જનતા પાર્ટીએ તેમના પીઠ રાજકારણી ગુમાવ્યા છે.તેમાં કોઇ સંશય નથી.જોકે નલિન મામાનુ મોત કોરોનાથી થયું કે કેમ? તે તો ઓડિટ બાદ જ ખબર પડે તેમ છે.પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટી સહિત તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.