Saturday, 24/07/2021
Dark Mode

દાહોદમાં કોરોના બેકાબુ બનતા હોટસ્પોટ બનવા અગ્રેસર:આજરોજ નવા ઉમેરાયેલા અધધ..39 કોરોના સંક્રમિત દર્દીઓ સાથે કુલ આંકડો ટ્રિપલ સેન્ચુરી નજીક પહોંચ્યો:કુલ 164 એક્ટિવ કેસો હોસ્પિટલમાં:દાહોદ શહેરની પરિસ્થતિ ગંભીર

દાહોદમાં કોરોના બેકાબુ બનતા હોટસ્પોટ બનવા અગ્રેસર:આજરોજ નવા ઉમેરાયેલા અધધ..39 કોરોના સંક્રમિત દર્દીઓ સાથે કુલ આંકડો ટ્રિપલ સેન્ચુરી નજીક પહોંચ્યો:કુલ 164 એક્ટિવ કેસો હોસ્પિટલમાં:દાહોદ શહેરની પરિસ્થતિ ગંભીર

 શર્મા રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.21

દાહોદ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થતાં દાહોદમાં શહેર સહીત જિલ્લાવાસીઓમાં ભયના ઓથાર હેઠળ જીવ પડીકે બંધાઈ જવા પામ્યા છે. દાહોદ જિલ્લામાં આજરોજ અધઘ… એક સાથે 39 પોઝીટીવ કેસોની સત્તાવાર જાહેરાત થયાં બાદ શહેર સહીત જિલ્લામાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજરોજ નવા ઉમેરાયેલા 39 દર્દીઓ પૈકી 34 દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાતા દાહોદમાં કોરોનાનો મહત્તમ આંકડા નોંધાવા પામ્યો છે. તેમજ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો ટ્રિપલ સેન્ચુરી નજીક પહોંચી જવા પામ્યો છે.તેમાંય એકલા દાહોદ શહેરમાં અત્યાર સુધીમાં 231જેટલાં કોરોના પોઝીટીવના આંકડાઓ જ પુરવાર કરે છે.કે દાહોદ શહેરમાં કોમ્યુનિટી સ્પ્રેડ થતાં કોરોના બેકાબુ બની જવા પામ્યો છે.જેને જોતા નજીકના સમયમાં દાહોદ શહેર કોરોનાનો હોટસ્પોટ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 193 સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 154 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.જ્યારે અધધ… 39 કોરોના પોઝીટીવના કેસોના વિસ્ફોટ સાથે લોકોમાં ભૂકંપ જેવો આંચકો જોવા મળ્યો છે.જોકે આજરોજ વધુ 7 દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે જતા હાલ એક્ટિવ કેસોનો આંકડો 164 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ(કોમ્યુનિટી સ્પ્રેડ) લોકલ સંક્રમણમાં આવતા પરિસ્થિતિ બેકાબુ અવસ્થામાં જોવા મળી રહી છે.અનલોક 2 ના પ્રથમ દિવસથી જ દાહોદમાં કોરોનાઍ પગ પેસારો કરતા દિન પ્રતિદિન વધતા જતા કેસોની સંખ્યાએ શહેરીજનો સહીત જિલ્લાવાસીઓમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.તેમાંય કોરોનાએ દાહોદ શહેરને પોતાના અજગરી ભરડામાં લેતા કોરોના નોંધાયેલા કુલ કેસોમાં દાહોદ શહેરમાં મહત્તમ કેસો નોંધાવા પામ્યા છે. દાહોદ શહેરના તમામ વિસ્તારોમાં કોરોનાના પંજામાં જકડાતા કોરોનાના કહેરથી કોઈ પણ વિસ્તાર બાકાત રાહ્યો નથી. જેના લીધે દાહોદ શહેરની પરિસ્થિતિ દિન પ્રતિદિન બદથી બદતર જોવા મળી રહી છે.આ પરિસ્થિતિને જોતા દાહોદ શહેર ખુબ જ નજીકના સમયમાં કોરોનાનો હોટસ્પોટ જાહેર થાય તેમાં કોઈ બે મત નથી. આરોગ્ય વિભાગે ગઇકાલે 193 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા જે પૈકી 154 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે
(૧) હઠીલા વિઠ્ઠલભાઈ તેરસીંગભાઈ (ઉ.વ.૩૬, નીશાળ ફળિયું,છાપરી), (૨) વિમલાબેન છત્રસિંહ કોઠારા (ઉ.વ.૬૫, ગોવિંદનગર, દાહોદ), (૩) શબેરા શબીર નલવાયા (ઉ.વ.૬૫,રહે.દાહોદ), (૪) મુસ્તાકભાઈ શાદીકભાઈ વલીનાબુ (ઉ.વ.૫૫, રહે.દાહોદ), (૫) ઝેહરા હુસેન નગદી (ઉ.વ.૩૦, રહે.ગોધરા રોડ, દાહોદ), (૬) મુકેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉ.વ.૩૮, રાછરડા,દાહોદ), (૭) સંજયભાઈ ભીખાભાઈ ભાટીયા (ઉ.વ.૪૫, ઈન્દૌર રોડ,દાહોદ), (૮) હસમુખભાઈ કચરાભાઈ માવી (ઉ.વ.૩૫, સોનીવાડ,દાહોદ), (૯) ક્રિષ્ણાકાન્તા રાજેન્દ્રકુમાર પારેખ (ઉ.વ.૬૦, રહે.હનુમાન બજાર, દાહોદ), (૧૦) સરલાબેન હિતેન્દ્રકુમાર પડવાલ (ઉ.વ.૩૫. રહે. લક્ષ્મીનગર,દાહોદ), (૧૧) રાજુભાઈ વિરસીંગભાઈ રાઠોડ (ઉ.વ.૪૫, ગરબાડા,તા.ગરબાડા,જિ.દાહોદ) (૧૨) સીરાજભાઈ અબ્બાસભાઈ ભાડરવા (ઉ.વ.૭૦, રહે.ઠક્કર ફળિયા, દાહોદ) (૧૩) નર્મદાબેન જયનારાયણ શાહ (ઉ.વ.૮૦, રહે.ઈન્દૌર રોડ,દાહોદ), (૧૪) ૯૪૨૬૩૩૯૨૩૧ (ઉ.વ.૪૪, ડબગરવા,દાહોદ), (૧૫) મુર્તુઝા શબ્બીરભાઈ નલાવાલા (ઉ.વ.૨૫, રહે.નજમી મહોલ્લા,દાહોદ), (૧૬) અનીતાબેન દિપકભાઈ અગ્રવાલ (ઉ.વ.૪૮, ગોદી રોડ, દાહોદ), (૧૭) દિપક નંદલાલ અગ્રવાલ (ઉ.વ.૪૮, રહે.ગોદી રોડ,દાહોદ), (૧૮) શ્રેય પ્રવિણચંદ્ર દોષી (ઉ.વ.૨૬, રહે.ગોદી રોડ,દાહોદ), (૧૯) બલવંતભાઈ શિવનારાયણભાઈ કોલી (ઉ.વ.૪૨, પરેલ,દાહોદ), (૨૦) સચીનભાઈ રમેશભાઈ સુથાર (ઉ.વ.૩૬, મંડાવરોડ,દાહોદ), (૨૧) હાતીમભાઈ ઈબ્રાહીમભાઈ ચુનાવાલા (ઉ.વ.૩૬, રહે.દાહોદ), (૨૨) હીરાલાલ મનસુખલાલ પ્રજાપતિ (ઉ.વ.૩૬, રહે.મંડાવ ચોકડી,દાહોદ), (૨૩) શાબ્બી હુસેનભાઈ ઝુપડાવાલા (ઉ.વ.૭૨, રહે.ચલાવાલાની શેરી, દાહોદ), (૨૪) શાબેરાબેન અસગરભાઈ લતીફ (ઉ.વ.૬૩,રહે.હુસૈની મહોલ્લા,દાહોદ), (૨૫) અર્શ નગીનભાઈ પટેલ (ઉ.વ.૨૩, મંડાવ રોડ,દાહોદ), (૨૬) નીપમ બીપીનચંદ્ર કડીયા (ઉ.વ.૫૪, ગોકુલ સોસાયટી, દાહોદ), (૨૭) ચીરાગ પ્રદિપ હઠીલા (ઉ.વ.જીવનદીપ સોસાયટી,દાહોદ), (૨૮) સુનીલ ભુરા હઠીલા (ઉ.વ.૨૫, રાણાપુર બુઝુર્ગ,દાહોદ), (૨૯) સંગીતાબેન નેવાસ પરમાર (ઉ.વ.૩૪, લક્ષ્મીપાર્ક,દાહોદ), (૩૦) તારાબેન ફખરૂદ્દીનભાઈ ઝાલોદવાલા (ઉ.વ.૮૨, હુસૈની મહોલ્લા,દાહોદ), (૩૧) અનીલ જાદવ પંચાલ (ઉ.વ.૫૦, લીમડી,તા.ઝાલોદ,જિ.દાહોદ), (૩૨) પારૂલ અનીલ પંચાલ (ઉ.વ.૪૨, રહે.લીમડી,તા.ઝાલોદ,જિ.દાહોદ), (૩૩) સંપાદબેન જશવંતલાલ ચૌહાણ (ઉ.વ.૬૫, રહે.સોનીવાડ,દાહોદ), (૩૪) બીલ્કીશબેન બુરહાનભાઈ કાન્લા (ઉ.વ.૪૦,રહે.દેસાઈવાડા,દાહોદ), (૩૫) હિતેશભાઈ બિપીનચંદ્ર દેસાઈ (ઉ.વ.૬૧, રહે.દેસાઈવાડા,દાહોદ), (૩૬) કૌશલ્યાબેન કલ્યાણદાસ રામચંદાણી (ઉ.વ.૭૯, રહે.અંકુર સોસાયટી,દાહોદ), (૩૭) પ્રદિપ સંજયસિંહ બામણ (ઉ.વ.૩૯, રહે.ગોવિંદનગર,દાહોદ), (૩૮) ચંદુભાઈ ડાહ્યાલાલ ચૌહાણ (ઉ.વ.૫૫, મોચીવાડ,દાહોદ) અને (૩૯) મહીપાલ કસ્તુરચંદ દોશી (ઉ.વ.૬૯, રહે.દૌલતગંજ બજાર,દાહોદ) સહીત કોરોનાના વિસ્ફોટ સમા 39 પોઝીટીવ કેસોંએ જિલ્લાવાસીઓના જીવ પડીકે બાંધી દીધા છે.આજરોજ પોઝીટીવ નોંધાયેલા કુલ 39 દર્દીઓમાંથી એકલા દાહોદ શહેરમાં 34 કેસો નોંધાતા એક પ્રકારનો ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે હાલ આરોગ્ય વિભાગે આજરોજ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.તેમજ જેતે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી સેનેટાઈઝ સહીત દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આજરોજ નવા નોંધાયેલા દર્દીઓ સાથે કોરોનાના કુલ આંક 294 પર પહોંચવા પામ્યો છે. જ્યારે 110 દર્દીઓ કોરોના મુક્ત થઇ જતા હાલ કુલ જ્યારે 192 ના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.તેમજ 20 દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે.

 આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે કલેકટ કરેલા  સેમ્પલો પૈકી 30 ટકા સેમ્પલો પોઝીટીવ નોંધાયા 

આરોગ્ય વિભાગ દ્વારા આજે 193 કોરોના સેમ્પલોના રિપોર્ટાે આવ્યા હતા.જેમાંથી આ ૩૯ રિપોર્ટાે પોઝીટીવ આવતા કુલ સેમ્પલો પૈકી ૩૦ ટકા સેમ્પલો આજે પોઝીટીવ આવ્યા એમ કહી શકાય. દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સામે એક ચુનૌતી સમાન આ કોવીડ – ૧૯ની કામગીરી આવનાર સમયમાં બની રહેશે તેમ પ્રતિત થઈ રહ્યું છે.

દાહોદ કોરોનાના અજગરી ભરડામાં:કોમ્યુનિટી સ્પ્રેડ જોતા દાહોદ શહેર આવનારા દિવસોમાં ચીનના વુહાન બનવાના એંધાણ 

દાહોદમાં હવે લોકલ સંક્રમણનું પ્રમાણ વધતું જાેવા મળી રહ્યું છે. દિન પ્રતિદિન વધતા કેસોને પગલે જિલ્લાવાલીઓતો ચિંતીત છે.જ સાથે જ આરોગ્ય તંત્ર માટે પણ આગામી દિવસો કપરા સાબીત થાય તેમ પ્રતિત થઈ રહ્યું છે. અત્યાર સુધી કોરોના પોઝીટીવનો આંકડો જિલ્લામાં ૨૯૪ ઉપર પહોંચી જવા પામ્યો છે અને માત્ર દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં જ ૨૩૧ કેસો છે.એટલે દાહોદ શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ હોવાથી લોકોમાં ભયના માહોલ સાથે આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.જાે વહીવટી તંત્ર અને શહેરવાસીઓ તેમજ જિલ્લાવાસીઓ કોરોના મામલે સજાગ નહીં થાય અને જરૂરી એવા સાવચેતીના પગલાં નહિ લેવાય તો આવનાર દિવસોમાં દાહોદ શહેર સહિત જિલ્લો હોટસ્પોટની સાથે ચીનનું વુહાન બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

error: Content is protected !!