
બાબુ સોલંકી :- સુખસર
*ઝાલોદ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી થતા પ્રભારી શીતલ વાઘેલાએ મતદારોનો આભાર માન્યો.*
*શીતલ વાઘેલાને ઝાલોદ નગરપાલિકા ચૂંટણીના પ્રભારી બનાવાયા હતા*
સુખસર,તા.18
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ દ્વારા શીતલ વાઘેલાને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્તિ કરી હતી.જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના માગૅદશૅન અને દાહોદ જિલ્લા ભાજપ મંડળના સૂચનો પ્રમાણે ઝાલોદ નગરપાલિકાના ભાજપાના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે જાહેર સભાઓ કરવામાં આવી હતી.તેમજ સતત લોક સંપર્કમાં રહ્યા હતા. ભાજપના તમામ કાર્યકર્તા ઓએ ભવ્ય જીત હાંસિલ કરવા તનતોડ મહેનત કરી હતી.જેમાં ઝાલોદ નગરપાલિકાના 28 માંથી 17 ઉમેદવારો વિજયી થયા હતા.ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા ઝાલોદ નગરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ચૂંટણી પરિણામના દિવસે ચૂંટણી પ્રભારી શીતલ વાઘેલાએ વિજયી થયેલા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.અને શુભેચ્છા પાઠવી હતી.તેમજ નગરના તમામ મતદારોનો આભાર માન્યો હતો.