
રાજેશ વસાવે :- દાહોદ
કચ્છના રાપરના યુવકે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરતા વિવાદ …
દાહોદના આદિવાસી સમાજનો રોષ,સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ!”
આદિવાસી સમાજના આગેવાનોની સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી ફરિયાદ નોંધવા રજૂઆત.
દાહોદ તા.06
કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં એક યુવકે સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની બહેન-દીકરીઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરતો વીડિયો વાયરલ કર્યો છે.જેનાં લીધે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.આજરોજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સાયબર સેલ પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના રાપર તાલુકાનો રહેવાસી વનરાજ ઠાકોર નામના યુવકે ‘Mr_vanraj_thakor_305’ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી એક યુવકે વિડિયો બનાવી આદિવાસી સમાજ પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેનાથી આદિવાસી સમાજમાં અસંતોષ અને રોષ વ્યાપ્યો છે . જેના પગલે આજરોજ આદિવાસી સમાજ પરિવાર દ્વારા દોષિત સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી સખ્તમાં સખ્ત સજા કરવાની માંગણી સાથે આજરોજ સાયબર પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા લોકોની જાણકારી માટે અને આજના આધુનિક યુગમાં દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ ઘર બેઠા મેળવવાનો ઉત્તમ સ્રોત છે. પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર વૈમનસ્ય ફેલાવવા માટે અભદ્ર ટિપ્પણીઓ કરે છે.જે ખોટું છે.સોશિયલ મીડિયા: સકારાત્મક ઉપયોગ અને જનજાગૃતિ માટેના સમાજના બુદ્ધિજીવીઓ ખાસ કરીને આજના યુવાનોને સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ અંગે જાગૃત કરવું અને દુરુપયોગના પરિણામો અંગે માહિતગાર કરવું જોઈએ જેથી સમાજીક એકતા અને અખંડતા બરકરાર રહે તેમ છે.