રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અને ધારાસભ્ય ની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ
ગરબાડા તા. ૪
આજે તારીખ 4 જાન્યુઆરીના રોજ બપોરના ત્રણ કલાકે ગરબાડા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી મિલિંદ દવે તેમજ ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઇ હતી જે બેઠકમાં ગરબાડા તાલુકાના વિવિધ વિભાગના પ્રશ્નો ના નિરાકરણ માટે સલગ્ન વિભાગને જરૂરી સૂચનાઓ સાથે કામગીરી પર અમલ કરવામાં આવે તે માટે રજૂઆતની સાથે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિભાગના એટલે કે ગરબાડા તાલુકામાં રખડતા ઢોરોના નિયંત્રણઅને તેનાથી સત્તા અકસ્માત નિયંત્રણ ગરબાડા તાલુકામાં રખડતા શ્વાન અને
ગરબાડા અને જેસાવાડામાં થતા ટ્રાફિકની સમસ્યા જેસાવાડા ગામમાં રસ્તામાં થયેલા દબાણો દૂર કરવા અને મામલતદાર કચેરી ગરબાડામાં સાફ-સફા થતા સ્ટ્રીટ બાબતે અને દરેક કચેરીમાં એ સરકાર અમલીકરણ કરવા. તેમજ ઢીલોય રમત ગમત મેદાનમાં દબાણો દૂર કરવા ગરબાડા મેન ચોકડી ઉપર પોલીસ પોઈન્ટ મુકવા અને જેસાવાડામાં લારીવાળા પથારા વાળા અને શાકભાજીવાળા ને બેસવાને અલગથી જગ્યા ફાળવવા બાબતે તેમજ નલ્ સે જળ યોજનાની કામગીરી અને ગરબાડા તાલુકામાં વીજ કનેક્શનને પડતર અરજીઓ પૂરી કરી વીજ મીટર આપવા બાબતે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જે રસ્તા ઉપર ઝડી ઝાખરા ઉગી નીકળ્યા છે તેની સાફ-સફાઈ કરવામાં આવે તે માટે આરએનબીને સૂચના આપવામાં આવી હતી. આ સંકલન બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર નાયબ મામલતદાર જે.બી રાઠોડ સહિત સહલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.