રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર ગેસના ટેન્કરે ટક્કર મારતાં બાઇક સવાર યુવકનું મોત:ધટના સીસીટીવી કેમેરામાં કેદ
દાહોદ તા.21
દાહોદ શહેર માંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર એક ટેન્કરની અડફેટે એક મોટરસાઈકલ પર સવાર યુવકનું કમકમાટી ભર્યુ સ્થળ પર મોત નીપજતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મોટરસાઈકલ સવાર યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
દાહોદમાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર અવાર નવાર માર્ગ અકસ્માતોના બનાવો બનતા રહે છે. ભુતકાળમાં પણ આ અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતોના બનાવો બની ચુક્યાં છે જેમાં નિદોષ વાહન ચાલકો મોતને ભેટ્યાં હતાં. ત્યારે પુનઃ ફરીવાર આ નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ બનતાં લઘુમતિ કોમનો એક યુવક મોતને ભેટ્યો છે. જેમાં સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, એક યુવક મોટરસાઈકલ લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ એક ટેન્કરના ચાલકે આગળ જતી મોટરસાઈકલના ચાલકને પાછળથી જોશભેર ટક્કર મારતાં યુવક મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયો હતો અને યુવક પર ટેન્કરના ટાયરો ફરી વળતાં યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. મૃતક યુવકના પરિવારજનો અને લઘુમતિ સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. મૃતક યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ દાહોદના ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ અકસ્માતને પગલે આ વિસ્તારમાં રહેતાં લઘુમતિ સમાજના લોકો તેમજ લઘુમતિ સમાજના દુકાનદારોના જણાવ્યાં અનુસાર, આ હાઈવે પર અનાર નવાર માર્ગ અકસ્માતોના બનાવો બની રહ્યાં છે અને જેમાં પોતાના સમાજના લોકો આ માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યાં છે કારણ કે, પોતાના રહેણાંક મકાનો તેમજ રોજગાર ધંધા સહિત આજીવિકાનું માધ્યમ આ વિસ્તારમાં આવેલ છે. કાયમ આ હાઈવે પરથી જીવના જોખમે લોકોને પસાર થવું પડે છે. માટે આ હાઈવે પરથી સર્વિસ રોડ બનાવી આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે. જેથી આવા માર્ગ અકસ્માતોના બનાવો અટકી શકે તેમ છે.