ફતેપુરા:કોરોના મુક્ત થઇ ઘરે આવેલા ઘાણીખુટના યુવાનનું સ્વાગત કરાયું:ગ્રામજનો ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યું.

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

કોરોનાને હરાવી ઘરે આવેલા ઘાણીખુટ ના યુવાનનું સ્વાગત કરાયું.ગ્રામજનો ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યું.

 સુખસર તા.13

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ દાહોદ ખસેડાયો હતો જેની સંપૂર્ણ સારવાર બાદ કોરોના ને હરાવી પરત ઘાણીખુટ આવતા સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ફૂલોના હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના યુવક રાજેશ મકવાણા ને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેમાં તેને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ યુવકને કોઈપણ જાતના લક્ષણો જોવા મળ્યા ન હતા તેમજ કોરનટાઈન સમય પૂર્ણ થતા કોરોના જેવી ગંભીર બીમારી ને હરાવી યુવક રવિવારના રોજ પરત ઘાણીખુટ આવ્યો હતો જેને ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ફૂલોના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને સન્માન કરાયું હતું.

Share This Article