બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા સંત સેવા સમિતિ દ્વારા આસારામ બાપુના શિષ્ય દ્વારા વિશાળ ભંડારો યોજાયો*
*જનજાતિ ક્ષેત્રમાં ધર્માંતરણ, આદિવાસી હિન્દુ નથી તેવો પ્રચાર કરતા સમાજ,ધર્મ,રાષ્ટ્ર વિરોધી લોકો ને જાકારો આપવા આહવાન કરાયું*
સુખસર,તા.24
સંત સેવા સમિતિ ફતેપુરા તાલુકા આયોજીત વિશાળ ભંડારો સંત શ્રી આશારામ બાપુના ભકત પરીવાર દ્વારા બાપુજીના શિષ્ય એવા શ્રી રામાભાઈ દ્વારા તા.24/11/2024 રવિવાર ના રોજ સરસ્વાની પાવન ધરા ઉપર અને પુજ્ય બાપુજીના આશ્રમની નજીક વિશાળ ભંડારો,ભજન,સંત્સગ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રામાભાઈ દ્વારા જનજાતી ક્ષેત્રમાં ધર્મ વિરોધી પ્રવૃત્તિ, ધર્માંતરણ મુદ્દાને ખુબજ સારા શબ્દો માં વર્ણન કર્યું હતું.ટકોર કરી’સનાતન જ સત્ય છે’તેવો સંદેશ અને હિન્દ એકજુટ રહી ભારતને વિશ્વ ગુરુ બનાવવો હોય તો અંખડ ભારતનો વિચાર ધર્મ સાથે ધર્મનો પ્રચાર પ્રસાર કરી આશારામજી બાપુ ફરી પાછા આ ગામમાં આવી ધર્મ નો જય થાય તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
જનજાતિ ક્ષેત્રમાં ધર્માંતરણ, આદિવાસી હિન્દુ નથી એવું ઘણા સમાજ,ધર્મ, રાષ્ટ્ર વિરોધી લોકો દ્વારા સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેમને પણ સમાજ વિરોધી પ્રવૃત્તિ નહીં કરવા આહવાન કરવામાં આવ્યુ હતું. શૈક્ષણિક ક્ષેત્રે પણ રામાભાઈ દ્વારા બાળકો જીવનમાં આગળ વધવા માટે પ્રહલાદ,લવ-કુશ જેવા બાળભકતો દ્વારા પ્રેરણા પુરી પાડી શકાય તેવા ઉદાહરણ આપી જીવન નશા મુક્ત, સ્વદેશી જાગરણ અભિયાન વિશે માહિતી આપી હતી.અને જરુરીયાત મંદ લોકોને વસ્ત્રદાન,ધાબળા,સાડી ચપ્પલ અને બાળકોને નોટબુક, બોલપેન,ટી શર્ટ નાસ્તો આપવામાં આવ્યો હતો.