રાહુલ ગારી :- ગરબાડા
દિવાળી દરમિયાન દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથભી વણજાર…
ગરબાડાના દેવધા નજીક સ્કુઝર ગાડીનું ટાયર ફાટતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત…
દાહોદ તા.05
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અવારનવાર વાહન ચાલકોને ગફલત તેમજ બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં આજે વધુ એક અકસ્માત બપોરના સમયે દાહોદ-અલીરાજપુર હાઇવે પર દેવધા ગામે સર્જાયો હતો.જેમાં લીમખેડા તાલુકાના શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશ ખાતે બાબાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન દેવધામાં ફોરવીલર ગાડીનું ટાયર ફાટતા ક્રુઝર ગાડી પલટી મારી હતી. જેના લીધે ગાડીમાં સવાર ત્રણથી ચાર જેટલા લોકોને ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ થતાં રસ્તા ઉપર લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. અને ઈજાગ્રસ્તોને ગાડીમાંથી બહાર કાઢી 108 ની મદદથી સારવાર માટે દાહોદ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતા અહેવાલો પ્રમાણે કેટલા લોકોને કેટલી મોટી ઇજાઓ થવા પામી છે તે હજી જાણવા મળ્યું નથી. હાલ અકસ્માત માં ઈજા પામનારને ત્રણ થી ચાર લોકોને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે.