ધાનપુરના કંજેટા ફોરેસ્ટ નાકા પર ફરજ બજાવતાં મહિલા કર્મચારી સહિત 7 શખ્સોએ એક યુવકને દોરડાથી બાંધી માર મારતા પોલીસ ફરિયાદ..
દાહોદ તા. 14
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ફોરેસ્ટ નાકા પરનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતાં મહિલા સહિત 07 જેટલા ઈસમોએ એક 20 વર્ષિય યુવક સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી યુવકને દોરડાથી બાંધી લોખંડની પાઈપ તેમજ પ્લાસ્ટીકની પાઈપો વડે યુવકને માર માર્યો હતો. તેમજ જાતિ અપમાનીત કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે ઈજાગ્રસ્ત યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાંવી છે.
ધાનપુરના કંજેટા વિસ્તારમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતાં મુકેશ રમણ રાઠવા, જેન્તી યુ. બારીયા, માધુસીંગ દેસીંગભાઈ રાઠવા, વિમળાબેન ચૌહાણ તથા તેમની સાથે અન્ય ત્રણ જેટલા ઈસમો મળી 07 ઈસમોએ 20 વર્ષિય કેયુરકુમાર ધિરાભાઈ ડામોર (રહે.આંતરસુબા, પટેલ ફળિયું,તા.લીમખેડા, જિ.દાહોદ) સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કર્યો હતો અને કેયુરકુમારને લોખંડની પાઈપ વડે તેમજ પ્લાસ્ટીકની પાઈપ વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી દોરડાથી બાંધી એક રૂમમાં પુરી દીધો હતો અને કેયુરકુમારને બેફામ ગાળો બોલી, જાતિ અપમાની કરી કહેલ કે, તમારા બાપાનુ રાજ ચાલે છે, તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કેયુરકુમાર
ધિરાભાઈ ડામોરે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.