રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નાગરિકો દ્વારા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા તથા સફાઈ કામ કરાવવા બાબતે ગરબાડા ગ્રામ પંચાયત ના વહીવટદારને આવેદનપત્ર…
ગરબાડા તા. ૧૦
જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગરબાડા નગરમાં પાછલા એક માસથી અનેક વિસ્તારમાં છેલ્લા એક માસ થી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.અને આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ બની ગયેલ છે.જેમાં લાઈટો બંધ હાલતમાં જોવા મળી છે હાલમાં જ શીવનગર, કટારા ફ., ભામોર ફ. તથા નવાતરીયા ફળીયાની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની કર્મચારીને વારંવાર સ્થાનિક લોકો દ્વારા જાણ તથા રજૂઆત કરેલ છે. ગામની અંદર રાત્રે ચોરીના બનાવો બને છે.આ વિસ્તારમાં જાણી બુઝીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવતી નથી. તેવા આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ સ્ટ્રીટ લાઈટો જેમ બને તેમ જલ્દીથી ચાલુ કરાવવા તથા ગરબાડા રામદેવ મંદીર રોડ સફાઈ કરાવવા ૫ દિવસ અગાઉ લેખિત અરજી આપેલ છે. જેને તત્કાલીન ધોરણે અમલ કરવા માટે અને સાફ-સફાઈ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું