ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ગામડીમાં કાચું મકાન પડી જતા રસોઈ બનાવતી મહિલા દબાઈ જતા મોત
સંતરામપુર તા. ૮
સંતરામપુર તાલુકાના ગામડી ગામે કાચું મકાન પડી જતા ઘરની અંદર મહિલા જમવાનું બનાવતી હતી ભાવના પગીબેન આખા મકાનો કાટમાળ આ મહિલા ઉપર પડતા દબાઈ જવાની નથી તેમનું મોત લીધેલું હતું. મહિલા બૂમ બરોડા કર્યા આજુબાજુના ગ્રામજનો દોડી આવેલા હતા પણ તે પહેલાં ઘરનો તમામ નળિયા માટી લાકડાના મોટા મોભ આખું મકાન જ આ મહિલા ઉપર પડી જતા મોત નિધેલું હતું આ ઘટનાની જાણ થતા સ્થાનિક સરપંચે અને તેમના પરિવારે પોલીસને જાણ કરેલી હતી આ ઘટનાને લઈને સંતરામપુરનું સરકારી તંત્ર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તમામ પોલીસ વિભાગ સહિત ઘટના સ્થળે પહોંચીને પંચકેસ કરેલો હતો અને સંતરામપુરમાં મહિલાને પોસ્ટમોર્ટમ કરવા માટે આવેલા હતા સંતરામપુર પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.