રાજેશ વસાવે :- દાહોદ
*ગુર્જર ભારતી સંચાલિત શ્રી ગોપાલભાઈ ધાનકા એમ.એસ. ડબલ્યુ કોલેજ નગરાળા દ્વારા તારીખ 18/8/2024 ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.*
દાહોદ તા. ૧૮
દાહોદ ના પીટોલ બોર્ડર પાસે ફરજ બજાવતા આપણા સુરક્ષા કર્મીઓ જેવાકે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સાથે જોડાયેલ સ્ટાફ, ટ્રાફિક પોલીસ તેમજ એસ.આર.પી જવાનોને કુમકુમ નો તિલક અક્ષત કરી રાખડીનું રક્ષાસુત્ર બાંધી એમ.એસ.ડબલ્યુ ની વિદ્યાર્થીનીઓ દ્વારા આ ભાઈ-બહેન નાં પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે તેઓને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરવામાં આવ્યું.
ત્યારબાદ બોર્ડર નજીક આવેલા કતવારા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ સાહેબશ્રી સોલંકી સાહેબ તેમજ પોલીસ સ્ટાફને પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ .આ કાર્યક્રમ એમ.એસ.ડબલ્યુ કોલેજના આચાર્યશ્રી ડૉ.રાજુભાઈ કે ભુરીયા તેમજ એમ.એસ.ડબલ્યુ નો સ્ટાફ અને અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા આ પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી ઉલ્લાસ ભેર કરવામાં આવી.