બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મારગાળા પી.એચ.સી ખાતે હિપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી
15 જુલાઈથી 28 જુલાઈ હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
સુખસર,તા.23
15 જુલાઇ થી 28 જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે.જે અંતર્ગત 22 જુલાઈ-2024 ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય તિલાવત જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ.વી.અમલિયારના ઓના માર્ગદર્શન હેઠળ મારગાળા PHC ખાતેHIV /AIDS,હીપેટાઈટીસ બી,TB ,ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામા આવ્યો હતો.અને લોકોને પત્રિકા,પોસ્ટરના માધ્યમથી સમજ આપવામા આવી હતી.ત્યાર બાદ મારગાળા PHC પર હેલ્થ કેમ્પ મા ટેસ્ટિંગ કરવામા આવ્યું હતુ.જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ.તેજસ રાણા,ICTC કાઉન્સેલર નયનાબેન દરજી તથા લેબ ટેક.કૌશિકભાઇ સોલંકી તાલુકા ટી.બી સુપર વાઇઝર નટવરભાઈ અને HIV ટેસ્ટિંગ મોબાઇલવાન માથી તુષારભાઇ અને મારગાળા PHC નો સ્ટાફ હાજર રહ્યા હતા.કુલ 115 હાજર હતા એમાથી 81 વ્યક્તિઓએ ટેસ્ટિંગ કરાવ્યું હતું .