Saturday, 21/12/2024
Dark Mode

દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમા ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરી, 11 શખ્સોની ધરપકડ કરી

July 8, 2024
        327
દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમા ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરી, 11 શખ્સોની ધરપકડ કરી

રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢ બારીઆના કાપડી વિસ્તારમા ગેરકાયદેસર રીતે ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરી, 11 શખ્સોની ધરપકડ કરી

દાહોદ તા.08

 

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં પાના પત્તા વડે જાહેરમાં રમાતા મોટા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે 11 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા 39,090/- તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.1,39,090/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે મોટા પાયે રમાતા જુગારના અડ્ડા પર સ્થાનીક પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસની રેડ જોઈ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પરંતુ પોલીસે જુગાર રમી રહેલા તમામ 11 જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં સત્તાર ઈસ્માઈલ રાતડીયા, ઈમરાન દાઉદખાન પઠાણ, રાકેશ રજનીકાંત પરીખ, ઈબ્રાહીમ હુસૈન શૈખ, તાહીર હુસૈન શેખ, ઈનાયત હુસૈન કલા, મુસ્તુફા તૈયબ રામાવાળા, યાકુબ સત્તાર ગુમલીવાળા, ઈલીયાસ ઈસ્માઈલ પટેલ, સોહીલખાન જાવેદખાન પઠાણ અને સબ્બીર અબ્દુલ વહાબનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 39,090/- તેમજ મોબાઈલ ફોન નંગ.10 કિંમત રૂા.1,00,000/- મળી પોલીસે કુલ રૂા.1,39,090/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!