રાજેશ વસાવે :- દાહોદ
રાજ્યમાં સાયકોલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા દાહોદના વાતાવરણમાં પલટો.
દાહોદમાં ઢળતી સાંજે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર, અડધા શહેરમાં કમોસમી વરસાદ,અડધુ કોરોધોકાર
40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે તોફાની પવન ફુંકાયા:એપીએમસી ખાતે ખુલ્લામાં પડેલું અનાજ પલળ્યો..
અગામી 7 દિવસ સાયકલોની સર્ક્યુલેશન સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી.
દાહોદ તા.11
ગુજરાતમાં સાયકોલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન એટલે કે 11 મેથી 18 મે વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.
જેના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં ઢલતી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.દાહોદ શહેરના નગરપાલિકા પડાવ,નેતાજી બજાર, ગોવિંદ નગર એપીએમસી માર્કેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો જ્યારે શહેરના સ્ટેશન રોડ ચાકલીયા રોડ ગોદી રોડ સહિતના વિસ્તારો કોરાધોકાર જોવા મળતા લોકો દાહોદ વાસીઓ આશ્ચર્યમાં મુકાયા હતા.
જોકે ઢળતી સાંજે એકાએક વરસાદ વરસતા દાહોદ એપીએમસીમાં વેપારીઓ દ્વારા ખુલ્લામાં મુકેલો અનાજ પલળી જવા પામ્યો હતો.જોકે મેના બીજાં અઠવાડિયામાં કમોસમી વરસાદ વરસતા એક તરફ લોકો બેવડી ઋતુનો અનુભવ કરતાં જોવા મળ્યા હતો.તો બીજી તરફ ખેડૂત પુત્રોમાં પણ ચિંતાના વાદળો જોવા મળી હતી.