Thursday, 26/12/2024
Dark Mode

લગ્ન પ્રસંગમાં જતા યુવકો કાળનો કોળિયો બન્યો,એકનો બચાવ

April 29, 2024
        4731
લગ્ન પ્રસંગમાં જતા યુવકો કાળનો કોળિયો બન્યો,એકનો બચાવ

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

લગ્ન પ્રસંગમાં જતા યુવકો કાળનો કોળિયો બન્યો,એકનો બચાવ 

સંતરામપુર તાલુકાના ગોઠીબ વડા તળાવ પાસે અકસ્માત: ત્રણના ઘટના સ્થળે મોત..

સંતરામપુર તા. ૨૯

લગ્ન પ્રસંગમાં જતા યુવકો કાળનો કોળિયો બન્યો,એકનો બચાવ

  સંતરામપુર તાલુકાના ગોઠીબ નજીક આવેલા વડા તળાવ પાસે મોટરસાયકલ સાથે અજાણ્યા વાહન ના ટક્કરે અકસ્માત સર્જાયો હતો.જેમાં સંતરામપુર તાલુકાના બે યુવાનો ડોળી ગામના રહેવાસી અશોકભાઈ મુકેશભાઈ ચારેલ સમીરભાઈ મુકેશભાઈ ચારેલ બંને સગા ભાઈઓ ખેરવા ગામેથી મામાના ઘરેથી ભોજેલા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા હતા ખેરવા ગામેથી કુલ ચાર યુવાનો મોટરસાયકલ પર લગ્ન પ્રસંગ પર જવા નીકળેલા અશોકભાઈ મુકેશભાઈ ચારેલ સમીરભાઈ મુકેશભાઈ ચારેલ મનોજભાઈ અર્જનભાઈ નીનામા અને રોહિતભાઈ ઈશ્વરભાઈ નીનામા ચાર જણા મોટર સાયકલ પર લગ્ન પ્રસંગમાં જવા નીકળેલા હતા.

લગ્ન પ્રસંગમાં જતા યુવકો કાળનો કોળિયો બન્યો,એકનો બચાવ

અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા આજુબાજુના ગ્રામજનો દોડી આવેલા હતા જેમાંથી ત્રણ યુવાનો માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે તેમનું મોત નિપજેલું હતું જ્યારે રોહિત ઈશ્વર નિનામા શરીરના ભાગે નાની મોટી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા ત્રણ યુવાનોને ઘટના સ્થળે મોત થતાં 108 માર પાસે સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવા માટે ખસેડવામાં આવેલા હતા અને તેમના પરિવારોને જાણ કરવામાં આવેલી હતી આ ઘટનાની સંતરામપુર પોલીસની જાણ કરવામાં આવેલી હતી સંતરામપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગુનો દાખલ કર્યો હતો અને લગ્ન પ્રસંગ માં જવા નીકળેલા અને અકસ્માત સર્જાયો એક જ પરિવારના અને કુટુંબના ત્રણ યુવાનો જીવ ગુમાવ્યો હતો. એક જ અઠવાડિયામાં અકસ્માતની બીજી ઘટના અગાઉ પણ મોટરસાયકલ પર અકસ્માત સર્જાતા ડોટાવાડા ગામે બે યુવાનો ના મોત થયા હતા મૃત્યુ પામનાર ના પિતા અશોકભાઈ ચારેલે આક્ષેપ કર્યો કે સામેથી ખાનગીઓ બસ ની ટક્કર મારતા મારા પુત્રનું મોત થયું છે મને ન્યાય મળવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!